Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખટોદરામાં વરલી મટકાનો જુગાર રમાડતો વેપારી ઝડપાયો

  • December 23, 2020 

ખટોદરામાં નંદપરમાનંદ નાથા ભાણા કમ્પાઉન્ટમાં કાઢીયાવા઼ડી પાન ઍન્ડ કોલ્ડ્રીકસ નામની દુકાન સામે જાહેરમાં મુંબઈથી નિકળતા વરલી મટકાનો આંકડાનો જુગાર રમા઼ડતા વેપારીને પોલીસે ઝડપી પાડી રોકડા ૧૮ હજાર અને બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેની કબુલાતને આધારે આંકડાનો જુગાર લેનાર એકને વોન્ટેડ બતાવ્યો હતો.

 

 

 

ખટોદરા પોલીસના જણાવ્યા મુજબ સર્વલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈએ મળેલી બાતમીના આધારે નંદપરમાનંદ નાથા ભાણા કમ્પાઉન્ડમાં કા઼ઠીયાવાડી પાન ઍન્ડ કોલ્ડ્રીક્સ નામની દુકાન સામે જાહેરમાંથી મુંબઈથી નિકળતા વરલી મટકાના આંકડોનો જુગાર રમાડતા ઉધના મીરાનગરમાં રહેતા વેપારી ભરત હરગોવનદાસ પટેલ(ઉ.વ.૫૭)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે ભરત પટેલ પાસેથી રોકડા ૧૮,૭૬૦, બે બોલપેન, આંકડા લખેલ કાપલી, બે મોબાઈલ મળી કુલ રૂપિયા ૨૪,૩૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભરતની પુછપરછમાં વરલી મટકાના આંકડાનો જુગાર નવીન પટેલ લેતો હોવાની કબુલાત કરતા પોલીસે તેને વોન્ટેડ બતાવ્યો છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application