Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નહેરુ યુવા કેન્દ્ર દ્વારા જલાલપોર તાલુકામાં ‘વિશ્વ યોગ દિન’ની ઉજવણી કરાઈ

  • June 23, 2023 

માહિતી વિભાગ દ્વારા નવસારી, ૯માં ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી નિમિતે યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલયના નહેરુ યુવા કેન્દ્ર નવસારી દ્વારા જલાલપોર તાલુકામાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વસુદેવ કુટુંબકમ થીમ પર આધારિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યકમમાં નહેરુ યુવા કેન્દ્રના યુવા મંડળ, સરદાર પટેલ વિદ્યાભવન, નીલકંઠ હાઈસ્કૂલ અને નવચેતન વિદ્યાલયના યુવાઓએ ભાગ લીધો હતો. યુવાઓને યોગ અને યોગ પ્રોટોકોલના વિશે સમજાવવામાં આવ્યું હતું. ‘વિશ્વ યોગ દિન’ના કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી, રોજગાર અધિકારી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જિલ્લા કોર્ડીનેટર અને તલાટી હાજરી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application