Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભેંસકાત્રી પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં બાળકો માટે બેન્ચીસનું વિતરણ કરાયું

  • July 27, 2023 

વર્લ્ડ વિઝન ઈન્ડિયા દ્વારા ડાંગ જિલ્લાના ભેંસકાત્રી ગામની પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે બેન્ચીસનું વિતરણ કરાયું હતું. ભેંસકાત્રી પ્રાથમિક શાળામાં ધોરણ ૧ થી ૮ સુધીના અભ્યાસ કરતા ૧૯૫ બાળકોને ચોમાસાને કારણે બેસવાની સુવિધા ઉપલબ્ધ કરાવવા સાથે, બાળકો શિક્ષણકાર્ય પ્રત્યે લક્ષ કેન્દ્રિત કરી શકે તે માટે વર્લ્ડ વિઝન ઈન્ડિયાના મેનેજર શ્રી પ્રસનનાજીના પ્રયાસોથી આ શાળાને ૨૫ જેટલી બેન્ચીસ પ્રાપ્ત થઈ છે. તાજેતરમાં શાળા ખાતે યોજાયેલા આ બેંચીસ વિતરણ કાર્યક્રમમાં શાળા આચાર્ય શ્રી અમ્રતભાઈ ગાંવિત, શાળાના શિક્ષકો, એસ.એમ.સી. ના સભ્યોએ હાજર રહી સંસ્થાના આ કાર્ય અને યોગદાનની સરાહના કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application