માહિતી વિભાગ દ્વારા સુરત, સુરત જિલ્લા કક્ષાની “વિશ્વ સિકલસેલ દિવસ”ની ઉજવણી માંડવી આઈ.ટી.આઇ. ખાતે સાંસદ પ્રભુભાઈ વસાવાની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ બી. પટેલના માર્ગદર્શન હેઠળ સિકલસેલ અવેરનેસ, મેરેજ કાઉનસેલીંગ, ટેસ્ટીંગની કામગીરી અંગે સૌને માહિતગાર કરાયા હતા. આ અવસરે સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, બાળક જન્મે ત્યારથી સિકલસેલ રોગની તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
આ રોગની ગંભીરતા, તપાસ, સારવાર તેમજ મેરેજ કાઉન્સિલીંગ વિશે વધુને વધુ લોકોને માહિતગાર થાય તે માટેના સહિયારા પ્રયાસ કરવાનો અનુરોધ કર્યો હતો. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.સુજીત પરમાર તથા ઈએમઓ ડો. કૌશિક મહેતાએ સિકલસેલ રોગના લક્ષણો, મેરેજ કાઉન્સિલીંગ, તપાસ, સારવાર તેમજ સહાય વિશે સમજણ આપી હતી. પ્રોગ્રામના અંતે તાલુકા આરોગ્ય અધિકારી ડો. નરેન્દ્ર ચૌધરી દ્વારા આભાર વિધિ આટોપી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500