Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગોંડલવિહીર ગામે 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ' યોજાયો

  • May 31, 2022 

ડાંગ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગાઢવીના કાર્ય વિસ્તારમા આવેલા ગોંડલવિહિર સબ સેન્ટર 'વિશ્વ તમાકુ નિષેધ દિવસ'ની ઉજવણી કરવામા આવી હતી. આ કાર્યક્રમ વિશેષ કરીને આજના કિશોરી/કિશોરીઓને વ્યસનથી થતા નુકશાન સાથે સ્વાસ્થ્યને લગતા નાનામોટા રોગો સહિત કેન્સર જેવી ગંભીર વિશેની સમજ આપવામા આવી હતી.




આ વેળા કિશોરી/કિશોરીઓને વ્યસન અંગેના પ્રચાર સાહિત્યના વિતરણ સાથે IEC એકટીવીટી પણ કરવામા આવી હતી. નાની ઉંમરનુ કોઇ પણ વ્યસન માંદગી, ગરીબી, અને બરબાદીનુ કારણ બની શકે છે. ત્યારે આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુથી થતા નુકશાન અંગે જાગૃત કરવા સાથે વિવિધ સંસ્થાઓ, અને સરકાર સાથે મળીને તમાકુ મુક્ત ભવિષ્યનુ નિર્માણ કરવાનો છે.



દરમિયાન COTPA-2003 કાયદા અંગેની કલમો વિશે ચર્ચા કરી, કલમ-૬(અ) મા ૧૮ વર્ષથી નાની વયની વ્યકતિઓમા તમાકુના વેચાણ પર પ્રતિબંધ છે. આજની કેટલીક શાળાએ ન જતા કિશોરી/કિશોરીઓમા વ્યસનથી થતા નુકશાન અંગેની ખબર હોતી નથી. જેથી તેઓ ઝડપથી વ્યસન તરફ આકર્ષાય છે. તેમના પરિવારોનુ પુરતુ શિક્ષણ ન હોવાને કારણે એ વ્યસન માર્ગે ધકેલાઈ છે.




જેને કારણે એ નાની ઉંમરે રોગનો ભોગ બને છે. તમાકુ અને તેની બનાવટ સિગારેટ, બીડી, ગુટખા અને પાન-મસાલાના સેવનથી મોઢાનુ કેન્સર, ટીબી જેવા જીવલેણ રોગો થઇ શકે છે. તમાકુ ને નિકોટીનની લતથી આજના આ યુવાધનને બચાવવાના આશય સાથે તમાકુનુ વ્યસન છોડવા અપીલ કરવામા આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application