Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા સિવિલ હોસ્પિટલ ખાતે “વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ”ની ઉજવણી કરાઇ

  • May 29, 2023 

ડાંગ જિલ્લામા તા.28 મે 2023ના રોજ વિશ્વ માસિક સ્વચ્છતા દિન નિમિત્તે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પંચાયતના શિક્ષણ સમીતીના ચેરમેન નીલમબેન ચૌધરી અધ્યક્ષ સ્થાને "વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ"ની ગરીમાપૂર્ણ રીતે ઉજવણી કરવામા આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય નીલમબેન ચૌધરીએ હાજર કિશોરીઓને માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આહવા તાલુકા હેલ્થ ઓફિસર શ્રીમતી અનુરાધા ગામીતે માસિકની જુની માન્યાતાઓ વિશે ચર્ચા કરી હતી. તેમજ માસિક દર્માયાન સ્વચ્છતા તેમજ સેનીટરી પેડનો ઉપયોગ કરવા અંગે સમજણ આપી હતી. વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે નર્સીગ કોલેજની કિશોરીઓઓ દ્વારા રંગોળી તેમજ પોસ્ટર બનાવી માસીક વિશેની સમજણ આપવામા આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application