માહિતી વિભાગ દ્વારા સુરત, દર વર્ષે તા.૦૫ જુનના દિનને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વધુમાં વધુ લોકો સુધી પર્યાવરણના સંરક્ષણનો સંદેશો પહોંચાડી શકાય તે હેતુથી વિવિધ કચેરી/સંસ્થાઓમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સુરત જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી અને DHEWના સ્ટાફગણ દ્વારા નારી સંરક્ષણ ગૃહ,ઘોડદોડ રોડ, સુરત “સખી” વન સ્ટોપ સેન્ટર,સુરત, વર્કિંગ વુમન હોસ્ટેલ, બારડોલી તાલુકાની આંગણવાડી ખાતે લીમડો, આસોપાલવ, જાસુદ, ગળો, તુલસી અને કરંજ જેવા વૃક્ષો અને છોડનું રોપણ કરી તેનું જતન કરવાની શપથ લેવામાં આવ્યા હતા.
DHEWનાં જીલ્લા મિશન કો-ઓર્ડિનેટર દ્વારા બારડોલી તાલુકાની ગાયત્રીનગર, જોગી ફળિયું, શામરિયા મોરા, બાવીસ ગાળા જેવી આંગણવાડીઓમાં તુલસી અને લીમડાના છોડ આપી બાળકો, કિશોરીઓ, ધાત્રી માતા તથા સગર્ભા બહેનને છોડ વિશે માહિતી આપી પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત PBSC લિંબાયત, અમરોલી, કામરેજ અને બારડોલીના સ્ટાફ દ્વારા વિવિધ ગામડાઓમાં ગ્રામસભામાં ભાગ લઈ મુખ્ય સેવિકા, VMK, ગામડાઓનાં સરપંચ, પોલીસ વિભાગ સાથે સંકલન કરી આંગણવાડીનાં બાળકો અને તેમના વાલીઓને છોડ અને તેની મહત્વતા વિશે માહિતી આપી પર્યાવરણનું મહત્વ સમજાવી વૃક્ષા રોપવામાં આવ્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500