Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાનાં તાડકુવા ખાતેની હોમિયોપેથિક મેડિકલ કોલેજમાં ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરાઈ

  • June 05, 2023 

વ્યારાનાં તાડકુવા ખાતેની સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર દ્વારા તારીખ 05/6/2023નાં રોજ ‘વિશ્વ પર્યાવરણ દિન’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીનાં અધ્યક્ષ દિનેશભાઈ એન. ભટ્ટની હાજરીમાં કરવામાં આવ્યો હતો. આ ઉજવણીનાં ભાગરૂપે સી.એન.કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન વ્યારા યુનિટ, તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વ્યારા દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.


જોકે આ કાર્યક્રમમાં કોલેજ, હોસ્પિટલ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી વ્યારા અને હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન વ્યારા યુનિટનાં સભ્યો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને પર્યાવરણ જાળવણીમાં વધુ વૃક્ષારોપણની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન કોલેજની પ્રવૃત્તિ સમિતિ દ્વારા આચાર્ય ડો.જ્યોતિ રાવનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News