Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વર્લ્ડ કપની પ્રતિકૃતિ બની આકર્ષણનું કેન્દ્ર : લોકો ફોટા પાડતા થાકતા નથી

  • November 19, 2023 

અમદાવાદમાં રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઇને ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. વર્લ્ડ કપની ટ્રોફી ભારતના ફાળે જાય તે માટે દેશભરમાં પ્રાર્થનાનો દોર શરૂ થઇ ગયો છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર મેચને લઇને ખાસ થીમ બનાવવામાં આવી છે. એરપોર્ટ પર એન્ટર થતા જ વર્લ્ડ કપની વાઇબ આવી જશે. કારણ કે ત્યાં અનેક કટ આઉ્ટસ સહિત આકર્ષક થીમ બનાવવામાં આવી છે કે લોકો ફોટા પાડતા થાકતા નથી.


અમદાવાદ એરપોર્ટ પર આ બધાની વચ્ચે આકર્ષણનું કેન્દ્ર બની છે વર્લ્ડ કપની ટ્રોફી. વર્લ્ડ કપની રેપ્લિકા અહીં જોવા મળી રહી છે. ત્યારે આવનારા ફેન્સ પણ તેને જોઇને સેલ્ફી લેવાનું ચૂકતા નથી. ક્રિકેટ પ્રેમીઓ પ્રતિકૃતિ સાથે ફોટા પડાવી રહ્યા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ પહેલા લોકોમાં અનોખો ક્રેઝ જોવા મળી રહ્યો છે.


એરપોર્ટની અંદરના દ્રશ્યોમાં જોઇ શકાય છે કે જેવા યાત્રીઓનું આગમન થાય કે તરત જ જાણે એમ થાય કે ક્રિકેટ ઝોનમાં આવી ગયા હોઇએ. ક્રેકિટને લઇને મોટા મોટા કટ આઉ્ટસ , ક્રિકેટ ઇક્વિપમેન્ટના મોટા મોટા પિક્ચર, હોર્ડિંગ્સ અને યાત્રીઓ ફોટા પડાવવા મજબૂર થઇ જાય તે પ્રકારની સજાવટ જોવા મળી રહી છે.



વળી ખાસ બહારથી આવનારા ફેન્સ માટે અહીં ઇન્ડિયન ટીમની ટીશર્ટનું પણ વેચાણ કરવામાં આવી રહ્યુ છે. તેના માટે એક ખાસ સ્ટોલ બનાવવામાં આવ્યો છે જ્યાંથી તમે ટી શર્ટ પણ ખરીદી શકો છો. મેચ માટે આવનારા ફેન્સને લઇને 100 ટકા ક્રિકેટનો માહોલ પીરસવામાં આવી રહ્યો છે. એરપોર્ટ પર ઉતરો ત્યાંથી જ લાગે કે આજે તો અમદાવાદમાં મેચ છે. દૂર દૂરથી આવનારા તમામ લોકોએ અહીં આવીને ક્રિકેટને લઇને પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application