Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડોલવણ ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની દબદબાભેર ઉજવણી કરાઈ

  • August 09, 2024 

તાપી જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી ડોલવણ (સરકારી ગ્રાઉન્ડ) ખાતે આજરોજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય મોહનભાઈ કોકણી, કલેકટર ડો.વિપિન ગર્ગ, નાયબ વન સંરક્ષક પુનિત નૈયર, જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ, આદિજાતિ વિભાગના ઉપ સચિવ જયદેવસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે ખેડબ્રહ્મમા ખાતેથી રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અંદાજીત એક હજાર કરોડના કામોનું લોકાર્પણ, ખાત મુહુર્તનું ઈ-લોકાર્પણ કરાયું હતું. તાપી જિલ્લામાં પ્રાયોજના કચેરી દ્વારા પંચાયત, આદિજાતી અને પ્રાથમિક શિક્ષણ વિભાગની વિવિધ યોજનાના કુલ રૂપિયા ૮.૮૭ કરોડના કુલ-૧૧૬ કામોનું લોકાર્પણ તેમજ રૂપિયા ૧૪.૧૩ કરોડના કુલ-૧૩૫ કામોનું ખાતમુહુર્ત અને વ્યક્તિલક્ષી કામો રૂા.૩ કરોડના ૪૨૯ કામોનું આયોજન કરવામાં આવ્યું હતું.


બધા મળીને પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા તાપી જિલ્લામાં કુલ ૨૬ કરોડના ૬૮૦ જેટલા વિવિધ કામોનું લોકાર્પણ, ખાતમુહુર્ત અને વ્યક્તિગત યોજનાના લાભાર્થીઓને લાભો અર્પણ કરાયા હતા. ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ તમામ આદિવાસી ભાઈઓ-બહેનોને સંબોધતા જણાવ્યું હતું કે ભારતનો ભૂતકાળ હોય કે વર્તમાન, આદિવાસી સમાજ સિવાય ક્યારેય પૂર્ણ ના થઈ શકે. દાતા થી લઈ ડાંગ સુધી આદિવાસી સમાજે સંસ્કૃતિને ધબકતી રાખી છે. આદિવાસી સમાજનો ગૌરવપૂર્ણ ઈતિહાસ છે. દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમાજની સાથે રહીને પરિવારનો વિકાસ થાય એ વિઝન રાખીને યોજનાઓ બનાવી છે. આજે ગુજરાતના ખૂણે ખૂણે યોજનાઓ પહોંચી છે.


આયુષમાન યોજના થકી આરોગ્યની સારવાર મફતમાં થઈ જાય. જેની ચિંતા મુખ્યમંત્રીએ કરી છે. છેવાડાના ગામોમાં નેટવર્કની સમસ્યા આવે છે. જેના માટે ટૂંક સમયમાં નાગરિકોને કેન્દ્રમાં રાખીને ટાવર લોન્ચીંગ થનાર છે. ધારાસભ્યશ્રી મોહનભાઈ કોંકણીએ સૌ આદિવાસી ભાઈઓ-બહેનોને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડા, આદિવાસી સમાજે આઝાદીમાં યોગદાન આપ્યું છે. તે વખતના ઘણાં બધા નાયકોએ પોતાના બલિદાન આપ્યા છે. વેગડા ભીલે શહીદી વહોરી હતી,પૂંજા ભીલ જેવા અનેક નાયકોએ માનગઢમાં અંગ્રેજો સામેની લડાઈમાં ૧૫૦૦ નાયકોએ શહીદી વહોરી હતી.


આજે ડોલવણના કોટલાભાઈ મહેતાભાઈ ચૌધરીને યાદ કરવા પડે સમગ્ર ભારતદેશમાં ગણોતધારા અંગે આંદોલન છેડ્યું અને વડોદરા કૂચ કરી ગાયકવાડ રાજ દરમિયાન તેમણે યુવાનોને સાચી દિશા આપી અને આદિવાસી સમાજ માટે મોટુ કામ કર્યું. વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં શાળા,કોલેજ ના વિદ્યાર્થીઓ અને વિવિધ આદિવાસી સમાજના લોકોએ પારંપારિક નૃત્યો રજુ કર્યા હતા. આદિવાસી સમાજના વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, કલાકારો અને રમતવીરોનું મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. રાજ્યકક્ષાના કાર્યક્રમોનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યુ હતું. જિલ્લા કક્ષાએ લાભાર્થીઓના લાભો એનાયત કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News