વ્યારા તાલુકાના એક ગામ માંથી મહિલાનો કોલ આવતાં જણાવેલ કે, તેઓ પિયરમાં રહે છે અને તેમના પતિ આવીને ઝઘડો કરી તેમનું બાળક છીનવી લઈ ગયા છે જે કોલ મળતા તાપીની અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી કાઉન્સેલીગ કરતાં જાણવા મળેલ કે પીડીત મહિલા એક મહિનાથી પિયરમાં જતાં રહ્યાં હતા જેનું કારણ મહિલાના સાસરીમાં બધા તેમની પાસે આશા રાખે છે કે નાના બાળક સાથે પીડીત મહિલા ઘરનું બધું કામ કરે જે મહિલા એ તેમના પતિ જોડે તેમનાં સાસુ અને નણંદ વાત કરતાં હતાં ત્યારે સાંભળી લીધું હતું મહિલાએ તેમના પતિ પાસેથી તેમના વિશે વાત કરતાં સાંભળી લેતાં તેમને ખોટું લાગ્યું હતું જેથી પીડીત બહેન તેમનું બાળક લઈને પિયરમાં જતાં રહ્યાં હતા.
તેમજ પીડીત મહિલા જણાવતાં હતાં કે, તેઓ સાસરીમાં બાળકને સાચવવા સાથે બધું કામ કરે છે તો પણ તેમનાં સાસુ અને નણંદ તેમના પતિને તેમના વિશે આવી વાતો કરે છે, તાપીની 181 મહિલા હેલ્પલાઇનની ટીમ મહિલા સાથે સ્થળ પર પહોંચી પીડીત મહિલાને પહેલા તેમનું રડતું બાળક સોંપ્યું અને તેમના સાસરી પક્ષને સમજાવ્યાં મહિલા તેમના બાળક જોડે ઘરનું બઘું કામ કરે જ છે જે વાતની ખાતરી કરાવી તથા મહિલા ના પતિને તેમના ઘરમાં બંને પક્ષનું સાંભળવું તથા મહિલાને બાળક સાથે કોઈ સમસ્યા ના થાય તે વાતનું ધ્યાન રાખવા જણાવેલ ને બીજી વાર આમ બાળક છીનવી લેવું નહીં તેનું ધ્યાન રાખવા જણાવેલ,મહિલા હાલ પણ સાસરીમાં રહેવા માંગતા હોવાથી તેમના પતિ અને સાસરી માં બધાને સમજાવી મહિલાની ખોટી વાતો નહીં કરે તથા સમજીને રહેવા જણાવી તેમને કાયદાકીય માહિતી આપેલ હતી તથા પીડીત મહિલાને તેમના બાળક જોડે સાસરીમાં રાજીખુશીથી રહેવા જણાવી તેમની વચ્ચે તાપીની 181અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા સમાધાન કરાવેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application