Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડાંગ જિલ્લાના બાંધકામ શ્રમ કલ્યાણ બોર્ડમા નોંધાયેલા શ્રમિકો જોગ

  • March 31, 2021 

કોવીડ-૧૯' ને અનુલક્ષીને 'ગુજરાત મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ' અંતર્ગત અન્ન અને નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગના ઠરાવ અનુસાર, તા.૧૮/૪/૨૦૨૦થી લાભાર્થીના આધારલીક બેંક ખાતામાં PFMS દ્વારા રૂ ૧૦૦૦/-ની આર્થિક સહાયની ચૂકવણી કરવાનુ રાજ્ય સરકારે ઠરાવેલ છે.

 

 

 

 

 

 

આ ઠરાવમા મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રના શ્રમયોગી કલ્યાણ બોર્ડમા નોંધાયેલા કુલ ૬.૩૮ લાખ બાંધકામ શ્રમિકોને પણ આવરી લેવામા આવેલ છે. જે મુજબ બાંધકામ શ્રમિકોના આધાર લીક બેંક ખાતામા રૂા ૧૦૦૦/-ની સહાય PFMS દ્વારા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ચૂકવાયેલ છે, તેની યાદી બોર્ડની વેબસાઇટ પર મુકવામા આવેલ છે. જયારે બાકી રહેતા બાંધકામ શ્રમિકોના ડેટા ઇનવેલીડ/અધૂરા હોય (જેવા કે આધાર નંબર ખોટા હોય, બેંકની વિગત અપૂરતી હોય, બેક આધાર લીક ન હોય, બેંક ખાતુ બંધ હોય જેવા કારણોસર) તેવા નોંધાયેલ બાંધકામ શ્રમિકોને આર્થિક સહાય તેઓના બેંક ખાતામાં જમા કરાવી શકાતી નથી, અને જે નોંધાયેલ (લાલબુક ધરાવતા) બાંધકામ શ્રમિક આર્થિક સમયથી વંચિત રહી ગયેલ છે, તેવા લાભાર્થીઓ બોર્ડના પોર્ટલ https://misbocwwb.gujarat.gov.in/registrationform ઉપર તેમની વિગતો રજુ કરી શકશે. 

 

 

 

 

 

 

બાંધકામ શ્રમિક પોતાના રેડબુક ઓળખ પત્ર નંબરને આધારે રજિસ્ટ્રેશન ફોર્મ ભરી તેઓના ડેટા ઓનલાઇન સબમીટ કરાવે તે ઇચ્છનીય છે. બોર્ડ દ્વારા તેમની વિગતો ચકાસી PFMS દ્વારા આર્થિક સહાયની યુકવણી નાગરિક કરી શકશે. તો સત્વરે બાકી રહી ગયેલ નોંધાયેલ બાંધકામ શ્રમિકોને તેમની વિગત તા. ૩૧/૩/૨૦૨૧ પહેલા સબમીટ કરવા જાહેર વિનંતી છે. ત્યારબાદ આવેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહિ તેની પણ નોંધ લેવા વિનંતી છે.( ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application