કોરોના મહામારી ના કારણે પ્રવાસન સ્થળો પણ બંધ છે ત્યારે ચાલુ વર્ષે સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવ્યું છે જેથી સરદાર પટેલ એકતા ટ્રસ્ટ ને ભારે નુકશાની ભોગવવાનો વારો આવ્યો છે સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ ખાસ કરી ને સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા ની ૪૨ માળ ઊંચી વ્યુઇંગ ગેલેરી માંથી સાતપુડા અને વીંધ્યાચલ પર્વત માળાઓ તેમજ સરદર સરોવર નર્મદા બંધ નો આહલાદક નજારો માંડતા હોય છે ત્યારે પ્રવાસીઓ ચાલુ વર્ષે આ નજારો માણિ શક્યા નથી
હાલ નર્મદા બંધ માં ઉપરવાસ માંથી પાણીની ભારે આવક થઈ રહી છે જેના કારણે સરદાર સરોવર નર્મદા બંધમાંથી પાણી છોડાઈ રહ્યું છે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની ૪૨ માળ ઉપર વ્યુઇંગ ગેલેરીમાંથી સરદાર સરોવર નર્મદા બંધ ઓવરફ્લો નો અદભુત નજારો જોવા મળ્યો હતો ઉપરાંત વરસાદી મોસમમાં વાદળોમાં ઘેરાયેલી વિંધ્યાચલ અને સાતપુડા ની પર્વત માળા નો અદભુત નજારો પણ જોવા મળ્યો છે.(ભરત શાહ દ્વારા રાજપીપળા)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application