Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવાનાં ‘આંબેડકર ભવન’ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

  • August 06, 2023 

મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહિવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી પ્રસંગે આહવા સ્થિત આંબેડકર ભવન ખાતે, વિધાનસભાના નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમા મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે વિજયભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા મહિલા નેતૃત્વના કારણે આજે કુંટુબમા આર્થિક સધ્ધરતા આવી છે. મહિલા સંચાલિત દુધ મંડળીઓના કારણે આજે જિલ્લામા શ્વેત ક્રાંતી આવી છે. દુધ ઉત્પાદન તેમજ સ્વ સહાય જુથોના કારણે મહિલાઓ આજે આર્થિક પગભર બની છે.



વિધવા બહેનો પણ પોતાનુ જીવન કુંટુબ માટે સમર્પિત કરીને પોતાના બાળકોને/કુંટુબને આગળ લાવે છે. તેમજ જિલ્લામા જિલ્લા અને તાલુકા તેમજ સરપંચ, સભ્યોમા આજે મહિલાઓનુ પ્રતિનિધિત્વ જોવા મળે છે જે ખુબ જ સરાહનિય બાબત છે. ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકએ જણાવ્યુ હતુ કે, આજે ગુજરાત પોલીસમા 30 %થી વધુ મહિલાઓઓનુ નેતૃત્વ છે. તેમજ મહિલાઓની “સી” ટીમ તૈયાર કરવામા આવી છે. જે મહિલાઓને લગતા તેમજ અન્યો પ્રશ્નો અંગે કાઉન્સિંલીગ દ્વારા કૌટુંબીક પ્રશ્નોનુ નિરાકરણ લાવે છે. વધુમા તેઓએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામા “સી” ટીમને વધુ એક્ટીવ કરીને સમાજની તમામ મહિલાઓને જાણકારી મળી રહે તે માટે પ્રયત્નો કરવામા આવશે. મહિલા નેતૃત્વ કાર્યક્રમમા મહિલાઓની જાગૃતિ માટે નાટક દ્રારા મહિલાઓમા જાગૃતિનો સંદેશો આપવામા આવ્યો હતો. આ કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના સદસ્યો, ગ્રામ પંચાયતના સભ્યો, મહિલા પોલીસ કર્મીઓ તેમજ, અભયમ ટીમની મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application