તાપી જીલ્લાની સરહદને અડીને આવેલ મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધનું ખેતર તાપીના કુકરમુંડાના મોરંબા ગામની સીમમાં આવેલ છે. જે ખેતરમાં પોતે તથા તેઓની પૌત્ર વહુ, પુત્રી, સાથે ખેતરમાં કામ કરતા હતા. તે દરમિયાન મહારાષ્ટ્રના છોટી- રાજમોઇ ગામના જ ત્રણ ઇસમો ખેતરમાં આવીને જે ખેતરમાં કામ કરો છો તે ખેતર અમારૂ છે. નિઝર કોર્ટની અંદર કેસ ચાલે છે.તમે અહીંથી જતા રહો કહી, એક ઈસમે હાથમાં રહેલ તલવારથી વૃદ્ધના પૌત્ર, વહુ ઉપર હુમલો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર કુકરમુંડાના મોરંબા ગામની સીમમાં મહારાષ્ટ્રના અક્કલકુવા તાલુકાના છોટી-રાજમોઇ ગામના રહેવાસી નઝમાબી દોસ્ત મોહમ્મદ જહાંગીર મકરાણી નાઓનું ખેતર આવેલ છે. ગત ગુરુવારના રોજ વૃદ્ધ તથા તેની પૌત્ર વહુ અનિસાબી સાદિક શાહ મોહમ્મદ મકરાણી તથા તેની પુત્રી કનીસબાનું શબીરદિન મોહમ્મદ મકરાણીઓની સાથે ખેતરમાં કામ કરતા હતા. ત્યારે ગામના લતીફ ઈબ્રાહીમ મકરાણી,લજીમ ઈબ્રાહીમ મકરાણી, નાસીર લજીમ મકરાણી ખેતરની અંદર આવીને કહેવા લાગેલ કે, “જે ખેતરની અંદર તમે કામ કરો છો તે ખેતર અમારૂ છે.
નિઝર કોર્ટની અંદર ખેતર બાબતે કેસ ચાલે છે. જેથી તમે ખેતરની અંદર કામ કરો નહિ. અહીંથી જતા રહો, કહી અનિસાબી સાદિક શાહ મકરાણીને પકડી મારમારી ગાળો બોલી માથા ભારે પૈકી નાસીર લજીમ મકરાણીના હાથમાં તલવાર હોય જેનાથી હુમલો કર્યો હતો. ખેતરની અંદર આવેલ ઝૂંપડીને દીવાસળી ચાપી આગ લગાવીને નુકશાન કરેલ છે, વૃદ્ધ તથા અન્યને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવા અંગે, નઝમાબી દોસ્ત મોહમ્મદ જહાંગીર મકરાણીએ નિઝર પોલીસમાં ફરિયાદ આપતા ગુનો નોંધાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500