તાપી જિલ્લાની સોનગઢ નગરપાલિકાની ચૂંટણી પહેલા સક્રિય કાર્યકતાઓમાં નારાજગીનો સુર ઉભો થયો છે. પાલિકામાં ટિકીટ ના મળતા મહિલા જિલ્લા સંગઠન મંત્રીએ રાજીનામુ આપી દેતા ચકચાર મચી હતી. સોનગઢ નગરમાં રહેતા તાપી જિલ્લા ભાજપ સંગઠનના મહિલા મંત્રી અનિતાબેન અભયભાઈ પાટીલે સોનગઢ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર-રમાંથી ટિકીટ માંગી હતી. પરંતુ પાર્ટી દ્વારા સંગીતાબેન સુભાષભાઈ પાટીલને ટિકીટ આપવામાં આવી છે. જેને લઈ નારાજ થઈ અનિતા પાટીલે જિલ્લા સંગઠન મંત્રી પદેથી રાજીનામુ આપી દીધું છે.
જિલ્લા ભાજપ પ્રમુખ મયંક જોષીના નામે લખેલી ચીટ્ટીમાં અનિતા પાટીલે જણાવ્યું છે કે, ૨૦ વર્ષથી સક્રિય કાર્યકર તરીકે કામ કરે છે. તેમછતાં ટિકીટ ન મળતા અન્યાય થયો છે. વધુમાં આક્ષેપ કર્યો છે કે, તેઓની જગ્યા પર જે મહિલાને ટિકીટ આપી છે, તે સંગીતાબેન પાટીલ પાર્ટીમાં કે હંમેશા સક્રિય રહ્યા નથી. ગત ચૂંટણીમાં પણ તેણીની હાર થઈ હતી તેમ છતાં પ્રદેશ પ્રમુખની લાગવગથી ટિકીટ આપી હોવાનું કાર્યકરો પાસે જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, ટિકીટ નહીં મળતા અનેક કાર્યકરોમાં અંદર ખાને વિરોધ છે આગામી દિવસોમાં નારાજગીના વધુ સુર ઉભા થાય તો નવાઈ નહીં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500