ઉધનાનાં પાંડેસરા જી.આઇ.ડી.સી.માં મિલમાં કામ કરતી વખતે મહિલા સાડી સાથે મશીનમાં ફસાઇ જવાથી ગંભીર ઇજા થતાં મોતને ભેટી હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ, પાંડેસરાના વડોદ ગામમાં કિષ્નાનગરમાં રામલખની ચાલમાં રહેતી 36 વર્ષની ટુમ્પાદેવી શનિવારે સાંજે પાંડેસરા જી.આઇ.ડી.સીમાં આવેલી મારૃતી મિલમાં ટેક્સટાઇલમાં કામ કરતી હતી. જોકે, ડ્રમ મશીનમાં તેનો સાડીનો છેડો ફસાઇ જવાથી તે પણ મશીનમાં આવી ગઇ હતી.
જેથી તેને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતુ. આ અંગે પોલીસને જાણ થતા ત્યાં પહોચીને કાર્યવાહી કરીને તેનો મૃતદેહને સિવિલ ખાતે ખસેડાયો હતો. ત્યારબાદ તેમના પરિવારે વળતરની માંગ સાથે વિરોધ કર્યો હોવાનું સુત્રો જણાવ્યું હતા. જોકે ટુમ્પાદેવી મુળ બિહારના ઓરંગાબાદની વતની હતી. તેને ત્રણ સંતાન છે. તેના પતિ સિક્યુરીટી ગાર્ડ તરીકે કામ કરે છે. ઘટના અંગે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application