Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વૃદ્ધ વ્યક્તિને બળાત્કારના કેસમાં ફસાવાની મહિલાએ આપી ધમકી

  • December 23, 2020 

કતારગામ વસ્તાદેવડી રોડ નીતા ઍસ્ટેટમાં અગાઉ સંચાખાતુ ધરાવતા ઘોડદોડ રોડના વૃદ્ધને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી મહિલા સહિતની ટોળકીએ રૂપિયા ૨૫ હજારનો તોડ પાડ્યો હતો. ટોળકીના સાગરીતે પહેલા વૃદ્ધને તેના ખાતાની મીલ્કત પાસે બેઠો હતો ત્યારે ભંગાર વેચવાનો છે કે નહી હોવાને બહાને તેની સાથે વાતચીત કર્યા બાદ દેલાડવા પાટીયા ખાતે સંચાનું ખાતુ ભાડે આપવાનું છે તે બતાવાનુ કહી તેની ચાલી લેવાને બહાને કામરેજના રૂમમાં લઈ ગયો હતો અને ત્યાં ટોળકીના અન્ય સાગરીતો પોલીસ બનીને અંદર આવી મહિલા સાથે બિભત્સ હાલતમાં ફોટા પાડી બળાત્કારનો કેસ કરવાને બહાને પૈસા પડાવ્યા હતા. પોલીસે વૃદ્ધની ફરિયાદ લઈ મહિલા સહિતની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

કતારગામ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ઘોડદોડ રોડ યુનીયન પાર્કની ગલીમાં ગ્રીન એવન્યુ રેસીડેન્સી કોમ્પ્લેક્ષમાં રહેતા કુંદનલાલ મગનલાલ કણીયા(ઉ.વ.૭૯) કતારગામ વસ્તાદેવડી રોડ નીતા એ એસ્ટેટમાં લુમ્સના ૨૪ મશીન ચલાવતા હતા. દરમિયાન અગિયાર મહિલા પહેલા મિલકત જુની હોવાથી પડી ગઈ હતી, મીલકતનો કાટમાળ અને મશીનરી ત્યાંજ પડી છે. કુંદનલાલ રોજના આ મિલકત પાસે આવીને બેસે છે. દરમિયાન કુંદનલાલ રોજના આ જગ્યા પર આવીને બેસે છે તે વખતે અજાણ્યો તેમની પાસે આવીને પ્લોટમાં પડેલો ભંગાર વેચવાનો છે હોવાનુ પુછ્યું હતું. જોકે કુંદનલાલે ભંગાર વેચવાની ના પાડી હતી. અજાણ્યાએ જતા જતા પોતાનું નામ વિશાલ હોવાનું કહી મોબાઈલ નંબર આપ્યો હતો. ત્યારપછી વિશાલે કુંદનલાલને ફોન કરી દેલાડપાટીયા પાસે ૭૨ મશીન ભાડે આપવાના છે જાવા માટે આપવાના છો હોવાનું પુછ્યું હતું જેથી કુંદનલાલે તેને બોલાવ્યો હતો અને ત્યાંથી બાઈક પર દેલાડપાટીયા જવા માટે નિકળયા હતા. રસ્તામાં વિશાલે જે જગ્યા ભાડે આપવાની છે તેની ચાવી ખોલવડગામ હોવાનુ કહી તે લેવા માટે કામરેજ ટોલટેક્સ થઈ આગળ ગિરિરાજ હોટલની પાછળ આવેલા એપાર્ટમેન્ટના એક રૂમમાં ગયા હતા. ત્યાં મહિલા પાણી આપવા આવી  હતી. કુંદનલાલ પાણી પીતા હતા ત્યારે બે અજાણ્યાઓ રૂમનો દરવાજા ખોલી અંદર આવી મહિલા તરફ જોઈ તમે આવા ધંધા કરો છો? કહી કુંદનલાલને બે ત્રણ તમાચા માર્યા હતા. જયારે વિશાલને તમાચા મારી બહાર કાઢી દરવાજા બંધ કરી દીધો હતો અને કુંદનલાલના બળજબરી પુર્વક કપડા કઢાવી મહિલાની બાજુમાં બેસાડી મોબાઈલમાં ફોટા પાડી લીધા હતા. દરમિયાન અંદર આવેલી અન્ય મહિલાએ તેમને નીચે બેસાડી દીધા હતા. ટોળકીના પ્લાન મુજબ રૂમમાં અન્ય  બે અજાણ્યાઓ આવી પોતાની ઓળખ પોલીસ તરીકે આપી કુંદનલાલને કાકા તમને આ ઉંમરે આ કામ શોભે છે ? આનો તોડ કરવો પડશે અને તમારા ફોટા વાયરલ નહી કરવા હોય તો રૂપિયા ૧.૫૦ લાખ આપવા પડશે તેમ કહ્નાં હતું જાકે કુંદનલાલે પૈસા નહી હોવાનુ કહેતા તો તમને કામરેજ પોલીસ સ્ટેસનમાં લઈ જવા પડશે અને તમારા ઉપર બળાત્કારનો કેસ કરવો પડશે તેમ કહી ગભરાવ્યો હતો. છેવટે પૈસા બાબતે વાટાઘાટો કરી રૂપિયા ૨૫ હજાર આપાવનું નક્કી કયું હતું. કુંદનલાલે તેમની પાસે પૈસા ન હોવાથી તેમને ભાગળ ખાતે તેમના મિત્ર દીલીપ મોદીની દુકાનેથી પૈસા આપ્યા હતા અને ઘરે આવી તેના પુત્ર મનોજને વાત કર્યા બાદ બનાવ અંગે ફરિયાદ નોધાવી હતી. પોલીસે કુંદનલાલની ફરિયાદ લઈ બે મહિલા સહિતની ટોળકી સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application