મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં શિવાજી નગરનાં ગેટ પાસે આવેલ ઈશ્વર આમલેટની દુકાનની પાછળ ચોરી છુપીથી દારૂનું વેચાણ કરતી મહિલાને ઝડપી પાડી હતી, જયારે દારૂનું વેચાણ કરનાર ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફનાં માણસો મંગળવારનાં રોજ બપોરનાં સમયે ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પ્રોહી. ગુના અંગેની રેડમાં નીકળેલ હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, શિવાજી નગરનાં ગેટ પાસે આવેલ ઈશ્વર આમલેટની દુકાનની આજુબાજુમાં એક મહિલા પ્લાસ્ટિકનાં બે કોથળામાં દેશી તથા વિદેશી દારૂ રાખી તેનું ચોરી છુપીથી વેચાણ કરે છે. જે બાતમીનાં આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ જઈ રેઈડ કરતા ત્યાં એક મહિલા હાજર મળી આવી હતી.
જોકે પોલીસે મહિલાનું નામ પૂછતા તેને પોતાનું નામ, પુષ્પાબેન માનસિંગભાઈ ગામીત (રહે.ગણેશનગર, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસ સ્ટાફનાં માણસોએ ઈશ્વર આમલેટની દુકાનની આજુબાજુ તપાસ કરતા આમલેટની દુકાનની પાછળનાં ભાગે બે પ્લાસ્ટિકના કોથળામાં વગર પાસ પરમીટે ઈંગ્લીશ દારૂની કુલ 165 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા 16,050/- હતી. જોકે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ દારૂનો જથ્થો શિવાજી નગરમાં રહેતો ઈશ્વરભાઈ ઈંડાવાળો પૂરો પાડતો હતો. આમ પોલીસે કુલ રૂપિયા 16,050/-નો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઈશ્વર ઈંડાવાળાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500