વ્યારા તાલુકામાંથી એક પિડિતાએ તાપી અભયમ મહિલા હેલ્પલાઈન 181માં કોલ કરીને જણાવેલ કે તેમના પતિ વ્યસન કરીને હેરાનગતિ કરી મારઝૂડ કરે છે. જેથી તેમના પતિને સમજાવવા માટે મદદની જરૂર છે. જેથી 181 અભયમ હેલ્પલાઈનની ટીમને કોલ આવતાની સાથે જ કાઉન્સેલર, મહિલા કોન્સ્ટેબલ અને પાઈલોટ ઘટના સ્થળ પર પહોંચી પિડિતા સાથે વાતચીત કરીને પ્રાથમિક માહિતી મેળવતા પિડિતાએ જણાવેલ કે, તેમના પતિ સાથે સમાજના રીતરિવાજથી પ્રેમ લગ્ન થયેલ છે. તેમના બે સંતાનો પરણિત છે. પિડીત બેન ખેત મજુરીનું કામ કરી ગુજરાન ચલાવે છે.
તેમના પતિ કોઈ કામધંધો કરતા નથી. તેમજ પીડિત મહિલા ખેત મજૂરી કરી પૈસા લાવે તેમાંથી પૈસા માંગીને નસો કરીને આવે છે ખેત મજૂરી કરવા જાય ત્યાં પણ શક વહેમ કરી લડાઈ ઝગડો કરવા માટે જાય છે ઘરખર્ચ કે ઘરમાં કોઈપણ જરૂરિયાતો તેમજ ચીજ વસ્તુઓ પુરી પાડતા નથી. તેમજ રોજ સાંજે કેફી દ્રવ્યોનું સેવન કરી નશામાં આવી અપશબ્દો બોલી ગાળાગાળી કરી ઘરમાંથી નીકળી જવાનું કહી લડાઈ ઝગડો કરે છે. જેથી પિડીત બહેન તેમના પતિને સમજાવવા 181ની મદદ લેતાં પિડીત બહેનના પતિને સમજાવેલ કે વ્યસન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. વ્યસન કરવું અને વ્યસન કરીને પત્નીને ઝગડા કરવા મારઝૂડ કરવું કાનુની અપરાધ છે. તેમજ શક વહેમ કરી ઝગડા ના કરવા અને કામકાજ શોધી કામ કરી ઘરની જરૂરિયાત પુરી પાડવી જેની સમજ આપતાં પિડીતબેનના પતિએ પોતાની ભૂલ સ્વીકારી હવે પછી આવી ભૂલ નહીં થાય જેની બાંહેધરી આપી હતી. આમ, અભયમ ટીમ દ્વારા બંનને પક્ષોને સમજાવી બને વચ્ચે સમાધાન કરાવતા પીડિત મહિલાનો સંસાર તૂટતો બચાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application