મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં દાદરિયા ગામનાં ઉપલું ફળિયામાં રહેતી મહિલાને ‘મારા પતિ સાથે પ્રેમસંબંધ રાખવા ના પાડી હતી તેમછતાં પેટમાં બાળક રાખીને બેઠી છે’ તેમ કહી મારામારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ નોંધી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, વાલોડનાં દાદરિયા ગામનાં ઉપલું ફળિયામાં રહેતી વીકીશાબેન સુમનભાઇ ગામીત (ઉ.વ.27)ની તારીખ 08/03/2025 નારોજ બપોરનાં સમયે પોતાના ઘરે આરામ કરતા હતા. તે સમયે કલ્પનાબેન સંદીપભાઈ ગામીત, કુસુમબેન ગામીત અને જયાબેન રમેશભાઈ ગામીત (તમામ રહે.કસવાવ ગામ, વ્યારા) આવી પહોંચ્યા હતા અને કલ્પનાબેન વીકીશાબેનને બોલવા લાગ્યા કે, ‘મારા પતિ સાથે પ્રેમસંબંધ રાખવા ના પાડી હતી તેમછતાં પેટમાં બાળક રાખીને બેઠી છે’ તેમ કહી ગમેતેમ ગાળો બોલવા લાગી અને વીકીશાબેનનાં વાળ ખેંચી નીચે પાડીને પેટમાં બાળક હતું તો પણ પેટનાં ભાગે લાતો મારી હતી જેથી વીકીશાબેનના પિતા સુમનભાઈ વચ્ચે છોડાવવા પડતાં તેમને પણ મારમાર્યો હતો તથા વીકીશાબેનને મોઢાનાં ભાગે તથા પીઠનાં ભાગે હાથથી અને ચપ્પલથી મારમારી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે વીકીશાબેનએ વાલોડ પોલીસ મથકે ત્રણ મહિલા વિરુધ ગુન્હો નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500