બારડોલી ગાંધી રોડ પર રાજુનગર ગલી નં.રમાં રહેતી ૨૪ વર્ષીય મુસ્લિમ પરિણીતા મર્જીના બિસ્મીલા શેખે ગત ૧૨ જાન્યુઆરી-૨૦૨૫ના રોજ પોતાના ઘરમાં જ ઝેરી દવા પી લીધી હતી. પરિણીતાના ભાઈ સાહિલ તેની બહેનને સુરત સિવિલ હોસ્પિટલમા સારવાર માટે લઈ ગયો હતો. જ્યાં તેનું મોત થયું હતું.
તેની તપાસ બારડોલી ડી.વાય.એસ.પી. એચ. એલ.રાઠોડે હાથ ધરી ત્યારે જાણવા મળ્યું કે પરિણીતાને તેનો પતિ બિસ્મીલ્લા મહેમુદ શેખ રોજ ગાળો આપી ધીક મુક્કીનો માર મારી શારિરીક માનસિક ત્રાસ આપતો હતો. જેથી કંટાળેલીને મર્જીના શેખે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. પોલીસે મૃતકની માતા સબ્બાનાબહેન શાહનવાજ નશીબ પીંજારી (રહે.રાજીવ નગર ગલી નં.ર, બારડોલી)ની ફરિયાદ લઈ આરોપી પતિ બિસ્મીલ્લા મહેમુદ શેખ વિરૂદ્ધ તેની પત્ની મર્જીનાબહેન શેખને આત્મહત્યા કરવા માટે મજબુર કરવા સબબ દુષ્યેરણાનો ગુનો દાખલ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application