આ અંગેની વધુ વિગત મુજબ જુનાગઢ તાલુકાના કેરાળા ગામમાં રહેતા મહિલા તેમનું નામ ઉષાબેન ભનુભાઈ સોલંકી ઉંમર વર્ષ ચાલીસ અને તેના જ પરિવારના અન્ય બે સભ્યોએ ગત તારીખ 26 ના તરબૂચ અને ભજીયા આરોગ્ય હતા.
ત્યાર બાદ ઉષાબેન અને તેના પરિવારના બંને સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા તેઓને ખૂબ જ ઉલ્ટીઓ થવા લાગી હતી જ્યારે ઉષાબેનની તબિયત વધુ લથડતા તેઓને પ્રથમ જુનાગઢ ખાનગી હોસ્પિટલમાં સારવારમાં માટે દાખલ કરાયા હતા ત્યારે તેની તબિયત વધુ બગડતા એમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મહિલાનું જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
આ અંગે તાલુકા પીએસઆઇ એસએ ગઢવીએ જણાવ્યું હતું કે તરબૂચ આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક મહિલાનું મોત થયું છે જ્યારે પરિવારના અન્ય બે સભ્યોની તબિયત પણ બગડતા ઉલ્ટી થઈ હતી અને બંને સભ્યોની સારવાર દરમિયાન તેની તબિયતમાં સુધારો થઈ ગયો હતો. ફૂડ પોઈઝનના લીધે મહિલાના મોતના બનાવથી તેના પરિવારમાં ગમગીની વ્યાપી ગઈ હતી. આ અંગે તાલુકા પોલીસના એ.એસ.આઈ.એ વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500