વ્યારા રેલવે સ્ટેશન નજીકથી એક રીક્ષામાંથી શંકાસ્પદ ગૌમાંસ અને પશુના હાડકા સાથે મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, વ્યારા રેલવે પોલીસે બાતમીનાં આધારે ગતરોજ રેલવે સ્ટેશન નજીકથી એક રિક્ષામાંથી બે કોથળા લઈને બેસલ મહિલાને ઝડપી પાડી જેની પૂછપરછ કરતા તેણીએ પોતાનું નામ, સરપી પીરૂ શેખ (ઉ.વ.65., રહે.નંદુરબાર, કાલી મસ્જિદા, કાલુભાઈના ઝુપડામાં તા.જી.નંદુરબાર)નાં હોવાનું જણાવ્યું હતું. જયારે પ્લાસ્ટિકનાં મીણીયા થેલા બાબતે પૂછતા જેમાં માસ ભરેલ હતી અને તે અંદાજિત 29 કિલો માસ મળી આવ્યું હતું.
તથા બીજા કોથળામાં તાજા પશુના હાડકાના ટુકડા કુલ વજન 12 કિલોના હતા અને બંને કોથાળાનું વજન 41 કિલો હતું. જોકે મહિલા નંદુરબારથી ટ્રેનમાં આવ્યા બાદ વ્યારા વિસ્તારમાં છૂટક વેચાણ કરતી હોવાનું તેમજ માસનો જથ્થો કોઈ અજાણ્યા ઈસમ દ્વારા આપવામા આવ્યું હોવાનું જણાવ્યું હતું. આમ, શંકાસ્પદ ગૌમાંસ થતા હાડકાનો જથ્થા સાથે પોલીસે મહિલાની અટક કરી હતી. તેમજ રિક્ષા નંબર GJ/26/T/ 4227નો ચાલક ઉમરખાન સરવરખાન પઠાણ (રહે. સહકારી જીનની બાજુમાં, વ્યારા) નાંને ઝડપી એફ.એસ.એલ. તેમજ પશુ ડોક્ટરની મદદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500