સોનગઢનાં રામપુરા ગામના નિશાળ ફળિયામાં રહેતી એક મહિલાના ઘરની પાછળ આવેલ પજારીનાં ભાગેથી દેશી દારૂ બનાવવાનાં સાધનો પોલીસ રેઈડ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી રવિવારના રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી, રામપુરા ગામનાં નિશાળ ફળિયામાં રહેતી એક મહિલા પોતાના ઘરની પાછળ અઆવેલ પજારીના ભાગે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે. જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા ત્યાં એક મહિલા હાજર મળી આવ્યા હતા જેનું નામ પૂછતા તેણે પોતાનું નામ શૈલાબેન સુરેશભાઈ ગામીત (રહે.રામપુરા ગામ, નિશાળ ફળિયું, સોનગઢ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે ઘરના પાછળ આવેલ પજારીના ભાગે વગર પાસ પરમીટે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલવી મળી આવેલ દેશી દારૂ, દેશી દારૂ બનાવવા માટેનું ગોળ મહુડાનું ગરમ પાણી અને થાળું રસાયણ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. તેમજ દેશી દારૂ બનાવવા માટે વાપરવામાં આવતો ગોળ મહુડા પૂરો પાડનાર સાવરલાલ નીંબારામ ગુર્જર (રહે.સાંઢકુવા ગામ, સોનગઢ)નાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500