Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યોગી આદિત્યનાથને જાનથી મારી નાંખવાની ધમકી આપતો એક મેસેજ મોકલનાર મહિલાની ધરપકડ કરાઈ

  • November 03, 2024 

પહેલા સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી હતી ત્યારે હવે સીએમ યોગીને પણ આવી જ ધમકી મળી છે. મુંબઈ પોલીસના કન્ટ્રોલ રૂમમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપતો એક મેસેજ આવ્યો છે. જોકે મળતી માહિતી અનુસાર આ મામલે મુંબઈ પોલીસે એક મહિલાની ધરપકડ કરી લીધી છે. તેની ઓળખ ફાતિમા ખાન તરીકે થઇ છે અને તેની વય લગભગ 24 વર્ષ હોવાનું જણાવાયું છે.


તે ઉલ્હાસનગરની રહેવાશી છે. ફાતિમાના પિતા એક ફર્નિચરના વેપારી છે. આરોપી મહિલાએ બીએસસી ઈન્ફર્મેશન ટેક્નોલોજીથી બીએસસી કર્યું છે. પોલીસે કહ્યું કે મહિલા ભણેલી ગણેલી છે પરંતુ તેની માનસિક હાલત સ્થિર નથી. મુંબઈ પોલીસના ટ્રાફિક કન્ટ્રોલ ડિપાર્ટમેન્ટને એક અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને ધમકી મળી હતી કે જો 10 દિવસમાં યોગી આદિત્યનાથ રાજીનામું નહીં આપે તો તેનો હાલ પણ બાબા સિદ્દિકી જેવા કરીશું. આ ઘટના સામે આવતા જ મુંબઈ પોલીસ એક્ટિવ થઈ હતી. ગત શનિવારે સાંજે આ ધમકીભર્યો મેસેજ મળતાં જ મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. ધમકી આપનાર આ અજાણ્યા વ્યક્તિને શોધવાના પ્રયાસો શરૂ કરી દેવાયા છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application