કોરોનાવાયરસની ગંભીર બીમારીમાં ગુજરાતની પ્રજાને ભગવાન ભરોસે છોડી દેનાર ભાજપ સરકાર જન આશીર્વાદ યાત્રાના નામે પ્રજાને ફરીથી ગુમરાહ કરવા નીકળી પડી છે. ગુજરાતમાં તમામ મોરચે નિષ્ફળ નીવડેલી ભાજપ સરકારે તો કોરોનાની મહામારીમાં પ્રજાની જન વેદના કઢાવી દીધી હતી. આજે ધંધા-રોજગાર ગુમાવનારી પ્રજા ફરીથી આર્થિક રીતે પગભર થાય તેવા સરકારના તમામ પ્રયાસો કરવાના હોય છે. જેના બદલે જન આશીર્વાદ યાત્રાના તાયફા કરીને પ્રજાના ટેક્સના કરોડો રૂપિયા વેડફી પ્રજાને પડ્યા પણ લાત મારવાનું કૃત્ય આ ભાજપ શાસકો કરી રહ્યાનો આક્ષેપ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ધારાસભ્ય આનંદ ચૌધરી તથા સુરત જિલ્લા પંચાયતના માજી સભ્ય અને કોંગ્રેસ અગ્રણી દર્શન નાયક એ કર્યો હતો
કોરોનાની મહામારીએ વિકાસની ગુલબાંગો ઠોકતી ભાજપ સરકારની પોલ ખોલી નાખી છે.
લાજવાને બદલે ગાજતી ભાજપ સરકારને આડે હાથ લેતાં કોંગ્રેસ અગ્રણી આનંદ ચૌધરી દર્શન નાયકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભાજપના રાજમાં મોંઘવારી- બેરોજગારી માઝા મુકી રહી છે. ખેડૂતોના પાક ઔદ્યોગિક પ્રદૂષણને કારણે નિષ્ફળ જઇ રહ્યો છે. કોરોનાની મહામારીએ વિકાસની ગુલબાંગો ઠોકતી ભાજપ સરકારની પોલ ખોલી નાખી છે. કોરોના કાળમાં દર્દીઓ સારવાર માટે રસ્તે રઝળતા જોવા મળ્યા ઓક્સિજન વગર દર્દીઓ તરફડીને મોતને ભેટ્યા હતા. રેમડિસિવિર મેળવવા માટે પ્રજા દર દર ભટકતી હતી,ત્યારે લોકો પોતાના સ્વજનનો જીવ બચાવવા માટે રીતસર સરકાર સમક્ષ કાકલૂદી કરવી પડતી હતી.
વારંવાર નિયમ બદલાતા લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. ત્યારે ભાજપ સરકાર કયા મોઢે જન આશીર્વાદ યાત્રા યોજી રહી છે?
ખાનગી હોસ્પિટલો કોરોનાના દર્દીને બેફામ લૂંટી રહ્યાં હતા. આવા સમયે ભાજપ શાસકો નપુંસક બની મૂક પ્રેક્ષક બની દર્દીને લુટાતી નિહાળી રહ્યા હતા. જેને ગુજરાતની પ્રજા ક્યારેય માફ કરી શકશે નહીં. વધુમાં આનંદભાઈ ચૌધરી અને દર્શન નાયકે જણાવ્યું હતું કે ભાજપના ભ્રષ્ટાચાર શાસનથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે. તમામ મોરચે નિષ્ફળ ગયેલી ભાજપ સરકારે ગુજરાતની પ્રજાને એકલી-અટૂલી મૂકી દીધી છે.પોતાના પરિવારના સભ્યને કોરોનાની ગંભીર બિમારીથી બચવા માટે લોકો પાયમાલ થઇ ગયા છે્ વારંવાર નિયમ બદલાતા લોકો આર્થિક રીતે પડી ભાંગ્યા છે. ત્યારે ભાજપ સરકાર કયા મોઢે જન આશીર્વાદ યાત્રા યોજી રહી છે?ભાજપે તો ગુજરાતની પ્રજાની માફી માંગવા માટે જન માફી યાત્રા કાઢવી જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500