દેશનાં ઘણાં રાજ્યોમાં ટામેટાનાં ભાવ આસમાને છે. શાકભાજીમાં ટામેટા સિવાય આદુ, લીલા મરચાં સહિત અનેક શાકભાજીનાં ભાવમાં વધારો થયો છે. જોકે APEDA અનુસાર, દેશનાં સમગ્ર ટામેટા માર્કેટમાં કર્ણાટકનો હિસ્સો 10.23 ટકા છે. કર્ણાટક સમગ્ર દેશમાં ટામેટાનાં ઉત્પાદનમાં ત્રીજા ક્રમે છે. આજની વાત કરીએ તો કર્ણાટકમાં એક કિલો ટામેટાની કિંમત 130 રૂપિયા કિલોથી 160 રૂપિયા કિલો સુધી પહોંચી ગઈ છે. હવે ખેડૂતો અને ટામેટા વિક્રેતાઓ CCTV કેમેરા લગાવીને ટામેટાનું વેચાણ કરી રહ્યા છે.
શાકભાજી વિક્રેતાઓ ટામેટાની વચ્ચે CCTV કેમેરા લગાવે છે જેથી તેઓ વ્યસ્ત હોય ત્યારે કોઈ તેમના ટામેટા ચોરી ન કરે અથવા તેમની નજર બહાર ટામેટાની ચોરી ન થાય. જોકે બે દિવસ પહેલા જ એક સમાચાર આવ્યા હતા જેમાં કર્ણાટકનાં હાસન જિલ્લામાં એક ખેડૂતનાં ખેતરમાંથી ટામેટાની ચોરી થઈ હતી. જેથી પીડિત ખેડૂતે અંદાજનાં આધારે જણાવ્યું છે કે, તેના ખેતરમાંથી લગભગ 2.5 લાખ રૂપિયાનાં ટામેટાંની ચોરી થઈ છે. શાકભાજી વિક્રેતાઓ કહે છે કે, જ્યારે તેઓ વધુ ગ્રાહકો સાથે વ્યસ્ત થઈ જાય છે ત્યારે લોકો ટામેટાની ચોરી થઇ જાય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500