ડાંગ જિલ્લામાં વરસાદનું આગમન બાદ પકૃતિ જાણે સોળે કળાએ ખીલી ઉઠે છે જેથી પકૃતિ પ્રેમીઓ ગિરિમથક સાપુતારા ખાતે શનિ-રવિની વિકેન્ડમાં પોતાના પરિવાર સાથે મજા માનવા આવતાં હોય છે જેના કારણે સાપુતારા તથા આસપાસના ફરવા લાયક સ્થળો ઉપર ટોળાઓ જોવા મળે છે જેથી અહીના હોટલો હાઉસફુલ થઈ જવા પામી હતી.
કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા રાજ્યનાં એકમાત્ર હવાખાવાનું સ્થળ સાપુતારા ચોમાસાની ઋતુમાં લોકોનું મનપસંદ સ્થળ બની જાય છે. જેમાં સાપુતારાનાં ટેબલ પોઈન્ટ, સનરાઈઝ પોઇન્ટ, સનસેટ પોઇન્ટ, નૌકાવીહાર, સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટીને પગલે પ્રવાસીઓમાં ધરખમ વધારો જોવા મળ્યો છે. માર્ગો ઉપર તેમજ પાર્કિંગમાં વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500