ડાંગ જિલ્લાનાં ગલકુંડ નજીક આવેલ વાંકી ગામની મહિલાને પ્રસૂતિનો દુઃખાવો ઉપડતાં 108ને કોલ કરવામાં આવ્યો હતો. જોકે મહિલાને સખત વેદના ઉપડી હતી અને ગામની આયાબેને મહિલાની પ્રસુતિ કરવાની ના પાડી હતી જેથી મહિલાની હાઈટ ઓછી હોવાથી હોસ્પિટલમાં જ પ્રસુતિ કરવી પડે એમ હોય તાત્કાલિક 108ની ટીમ દ્વારા તેને આહવા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી પરંતુ રસ્તામાં મોટા ચર્યા ગામે મહિલાની પ્રસુતિની અસહ્ય વેદના થતાં 108નાં કર્મીઓએ સમય સૂચકતા વાપરી મહિલાની પ્રસુતિ કરાવી હતી. જેમાં 108ની ટિમના છોટુભાઈ ચૌધરી અને એમની ટેક્નિકલ ટિમ દ્વારા માતા અને બાળકને નવું જીવન આપતાં મહિલાનાં પરીવાજનોએ તેમનો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application