Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરતમાં 39972 લોકોના ચક્ષુદાનથી 42451 લોકોના જીવન આવી નવી રોશની

  • August 27, 2021 

સુરત શહેરમાં 39,972 ચક્ષુદાતાઓ તરફથી થયેલા ચક્ષુદાનનાં કારણે 42,451 વ્યક્તિઓને રોશની મળી છે. જેથી નેત્રદાન અંગે જાગૃતિ આવે તે માટે તારીખ 25/8/2021 થી તારીખ 8/9/2021 સુધી નેત્રદાન જાગૃતિ પખવાડિયા મહોત્સવનું આયોજન કરાયુ છે. સુરતમાં કોરોના કાળમાં ચક્ષુદાન કરવામાં 50 ટકાનો ઘટાડો થયો હતો છતાં ગુજરાતમાં સુરત ચક્ષુદાનમાં અવ્વલ છે.

 

 

 

 

 

લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે, નેત્રદાન અંગે ગુજરાતમાં સુરત મોખરે છે. છેલ્લા 25 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે. સુરતની લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં સુરત સહિતના વિસ્તારના 39,972 વ્યક્તિઓ પાસેથી 75,989 ચક્ષુદાન પ્રાપ્ત થયા છે. જેમાં 42,451 વ્યક્તિઓને રોશની આપી આપી નવું જીવન બક્ષ્યું છે.  ગુજરાતમાં સુરત બાદ ભાવનગર, અમદાવાદ અને અમરેલીના વ્યકિતઓ ચક્ષુદાન કરવામાં આગળ પડતા રહે છે. જયારે કોરોનાનાં લીધે સુરતમાં ચક્ષુદાન કરનારાની સંખ્યામાં 50 ટકા ઘટાડો નોધાયો છે. રાષ્ટ્રીય અંધતવ્ય નિવારણ અને દ્રષ્ટી ખામી નિવારણ માટે 15 દિવસ સુધી લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા ગુજરાત ભરમાં યાત્ર કરીને આંખ અંગે જાગૃતિ માટે અભિયાન શરૂ કર્યુ છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, નોર્થ ગુજરાત, સેન્ટ્રલ ગુજરાત,  સાઉથ ગુજરાતમાં જઇને જાગૃતિ ફેલાવાશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application