વ્યારાથી કપુરા તરફ જતા રોડ પર મસમોટા ખાડા જોવા મળે છે. તે પણ ખાસ કરીને વ્યારાથી મદાવ સુધીના રોડ પરથી પસાર થવામાં વાહનચાલકોને નાકે દમ આવી જાય છે અને કમરના મણકા ખસી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ છે,આ રોડ પરથી પસાર થતા દરેક વ્યક્તિને એક જ સવાલ થાય કે આ રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે.
વ્યારાથી પાનવાડી-મદાવ અન મગરકુઈ સુધીનો સ્ટેટ હાઈવે રોડ એટલી હદે બિસ્માર બન્યો છે કે અહીંથી પસાર થતા વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠે છે.સરકાર દ્વારા રોડ,રસ્તા સ્ટેટ હાઈવે રીપેર કરવા (ખાડાઓનું પુરાણ) કરવા વર્ષે દહાડે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જોકે તે ગ્રાન્ટનો ઉપયોગ કાગળિયા પર બતાવી દેતા હોવાનું ફલિત થઇ રહ્યું છે, અહીંના સ્થાનિકોનો આક્ષેપ છે કે, દર વર્ષે ચોમાસાની સિઝનમાં આ રોડ બદ્દતર હાલતમાં જોવા મળે છે. આટલી હદે રસ્તાઓની બિસ્માર હાલત હોવા છતા તંત્રના પેટનું પાણી નથી હાલતુ. નઘરોળ તંત્રના અધિકારીઓ સામે વાહનચાલકોમાં પણ ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500