Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભાજપ કાર્યાલય પર સીઆર પાટીલ,ભૂપેન્દ્ર પટેલ અને રત્નાકર સાથે રણનીતિ ઘડી,મતદાન પૂર્ણ થયા બાદ 6 ડિસેમ્બરે તમામ ઉમેદવારોને ગાંધીનગર પહોંચવા આદેશ અપાયો

  • December 04, 2022 

સોમવારે ગુજરાતમાં 93 બેઠકો પર મતદાન થાય તે પૂર્વે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે ભાજપના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ પર એક બેઠક કરી હતી. દોઢ કલાક જેટલા લાંબા સમય સુધી અહીં ચર્ચા ચાલી હતી. ભાજપે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કમલમ ૫૨ મળવા માટે બોલાવી લીધાં છે અને છ તારીખે બીજા તબક્કાના ઉમેદવારોને પણ મળવા આવવા કહી દેવાયું છે. મૂળમાં આ નેતાઓ ચૂંટણી પછી બનનારી ભાજપ સરકારના નવા મંત્રીમંડળને લઇને પણ ડિઝાઇન બનાવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.



આ દરમિયાન તેમણે સોમવારે મતદાન વધે તે માટે આવશ્યક પ્રયત્નોને લઇને વ્યૂહ બનાવ્યો હોવાનું સૂત્રો જણાવે છે. ભાજપના આ શીર્ષષ્ઠ નેતાઓએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે કુલ મળીને ઓછામાં ઓછી 130 બેઠકો પર ભાજપનો વિજય થશે અને પ્રથમ તબક્કાની 89 પૈકી પણ મોટી સંખ્યામાં જીત મળે તેવાં સંકેતો છે.



સૂત્રોના જણાવ્યા મુજબ આ ત્રણેય નેતાઓની બોડી લેંગ્વેજ ખૂબ સ્વસ્થ હતી અને તેમને ભાજપની જીત ૫૨ ખૂબ વિશ્વાસ હોય તેવું લાગતું હતું. ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂરું થયું છે અને હવે સોમવારે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, આ દરમિયાન ભાજપના અધ્યક્ષ સી આર પાટીલે પ્રથમ તબક્કાના મતદાનના આધારે કહ્યું કે, અત્યારે કેટલી બેઠકો જીતાશે તેનો આંકડો આપવો અત્યારે ઉચિત નથી, પરંતુ અમે ત્રણ વિક્રમો બનાવીશું.




આ ચૂંટણીમાં ભાજપ સૌથી વધુ બેઠકો જીતવાનો, સૌથી વધુ વોટશેર હાંસલ કરવાનો અને મોટી લીડથી જીતતા ઉમેદવારોની સૌથી વધુ સંખ્યા બનાવવાનો રેકોર્ડ અમે તોડી નાખીશું. મતદાનની ટકાવારી ઓછી રહી તે અંગે પાટીલે કહ્યું કે, ભાજપની પેજ સમિતિનું કામ ભાજપની તરફેણમાં મતદાન કરાવવાનું હતું. સમિતિઓએ કુલ મતમાં તેમણે ભાજપના ઉમેદવારોનું મતદાન વધાર્યું છે, ભલે મતદાન નીચું ગયું પણ કુલ મતોનો આંકડો ગણીએ તો ગુજરાતમાં 2017 કરતાં 2022માં 11 લાખ મત વધુ પડ્યાં છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News