ગાંધીનગર જિલ્લામાં શિયાળુ પાકનું વાવેતર ૧૧૦ ટકાને પાર પહોંચી ગયું છે. છેલ્લા ત્રણ વર્ષની ૭૫,૬૮૮ હેક્ટરની સરેરાશ સામે ચાલુ મોસમે જ ૮૩ હજાર હેક્ટરમાં વાવેતર થયું છે. દહેગામ અને ગાંધીનગર તાલુકાના ખેડૂતો દ્વારા સરેરાશ કરતાં વધુ વિસ્તારમાં વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે કલોલ અને માણસા તાલુકામાં હજુ સરેરાશ જેટલું વાવેતર થયું નથી. કૃષિ તંત્રના સત્તાવાર સુત્રોના જણાવવા પ્રમાણે મુખ્ય પાક પૈકી ઘઉંનું વાવેતર ૨૭,૬૦૦ હેક્ટરમાં અને બટાટાનું ૧૬૪૭૦ હેક્ટરમાં થયાના અહેવાલ મળ્યાં છે. રવિ મોસમમાં જિલ્લામાં તાલુકાવાર વાવેતરના આંકડા જોઇએ તો દહેગામ તાલુકામાં ૧૭,૮૨૩ હેક્ટરની ત્રિવાષક સરેરાશની સમે આ વર્ષે ૨૫,૬૮૭ હેક્ટરમાં વાવિધ પાકનું વાવેતર થયું છે.
ગાંધીનગર તાલુકામાં ૨૦,૦૫૭ હેક્ટરની સરેરાશ સામે ૨૬,૦૪૪ હેક્ટરમાં, કલોલ તાલુકામાં ૧૪,૪૦૯ હેક્ટરની સરેરાશ સામે ૧૦,૩૧૦ હેક્ટરમાં અને માણસા તાલુકામાં ૨૩,૩૯૯ હેક્ટરની સરેરાશ સામે ૨૦,૮૮૧ હેક્ટર વિસ્તારમાં વાવેતર થઇ ચૂક્યું છે. ખેડૂતો દ્વારા મુખ્ય પાક ઘઉંનું વાવેતર ૨૭,૬૦૦ હેક્ટરમાં અને બટાટાનું ૧૬૪૭૦ હેક્ટરમાં જ્યારે તમાકુનું વાવેતર ૩,૨૦૭ હેક્ટરમાં, રાઇનું વાવેતર ૨,૪૦૪ હેક્ટરમાં, વરિયાળઈનું ૧,૪૮૫ હેક્ટરમાં અને ચણાનું ૧,૩૨૨ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત મકાઇનું વાવેતર ૪૮ હેક્ટરમાં, સવાનું ૯ હેક્ટરમાં અને જીરૃનું વાવેતર ૩ હેક્ટરમાં થયાનું જણાવવામાં આવ્યું છે.
જ્યારે ઘસચારો ૨૦,૯૭૫ હેક્ટર અને શાકભાજી ૯,૪૧૬ હેક્ટરમાં વાવવામાં આવ્યાં છે. બીજી બાજુ જુવાર, અન્ય ધાન્ય, અન્ય કઠોળ, અન્ય તૈલિબીયા, શેરડી, ધાણા, લસણ, ઇસબગુલ અને ડુંગળીનું વાવેતર કોઇ ખેડૂત દ્વારા કરવામાં આવ્યું નથી. મુખ્ય પાક ઘઉં અને બટાટાના વાવેતરમાં ગાંધીનગર અને દહેગામ તાલુકામાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ૧૦,૧૫૮ હેક્ટર વિસ્તારમાં ઘઉંના વાવેતર સાથે ગાંધીનગર તાલુકો અને ૬,૫૪૬ હેક્ટર વિસ્તારમાં બટાટાના વાવેતર સાથે દહેગામ તાલુકો અગ્રેસર રહ્યાં છે. આ ઉપરાંત દહેગામ તાલુકામાં ચણાનું પણ સૌથી વધુ વાવેતર ૪૮૩ હેક્ટરમાં, વરિયાળીનું સૌથી વધુ વાવેતર ૧,૧૫૬ હેક્ટરમાં, શાકભાજીનું સૌથી વધુ વાવેતર ૪,૦૦૨ હેક્ટરમાં કરવામાં આવ્યું છે. પરંતુ ઘાસચારાનું સૌથી વધુ વાવેતર ૬,૦૫૧ હેક્ટરમાં માણસા તાલુકામાં કરવામાં આવ્યું છે. જ્યારે મકાઇનું વાવેતર માત્ર કલોલ તાલુકામાં નોંધવામાં આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500