ગુજરાતનું સુરત એરપોર્ટ વારંવાર ચર્ચામાં આવી રહ્યું છે. આ એરપોર્ટ પર થતી ઘટનાઓને કારણે મુસાફરોનો જીવ જોખમમાં મૂકાઈ રહ્યો છે. ત્યારે ફરી એકવાર સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના થતા બચી હતી. એરપોર્ટ પર શારજાહની ફ્લાઇટ ટ્રકને અડી જતા પ્લેનના વિંગ ડેમેજ થયા હતા. આ કારણે મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. જોકે, આ દુર્ઘટનાને કારણે 162 મુસાફરો સમયસર શારજાહ પહોંચી શક્યા ન હતા.
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળી ગયો છે. પરંતુ આ એરપોર્ટ પર સમયાંતરે કોઈને કોઈ ઘટનાઓ બનતી રહે છે. ત્યારે બુધવારે મોડી રાતે વધુ એક દુર્ઘટનાથી સુરત એરપોર્ટનું નામ ખરાબ થયું છે. એરપોર્ટ પર બુધવારે મોડી રાત્રે મોટી દુર્ઘટના થતા બચી હતી. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એર ઇન્ડિયા એક્સપ્રેસની શારજાહ-સુરત ફ્લાઇટ સાથે મોટી દુર્ઘટના થતાં થતાં માંડ બચી હતી.
બુધવારે રાત્રે 11.15 નો સમય હતો, ત્યારે શારજાહથી આવતી ફ્લાઇટ લેન્ડ થયા બાદ રન-વેથી એપ્રેન તરફ જઈ રહી હતી. આ જ સમયે ફ્લાઇટની એક વિંગ રન-વેની સાઇડ પર ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. જેને કારણે વિંગ ડેમેજ થતાં જ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ફ્લાઇટને ગ્રાઉન્ડ કરી દેવી પડી હતી. માટી લાવતી ટ્રકનો ચાલક રન-વે પાસે પાર્ક કરી જતો રહ્યો, જેને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ટ્રક ચાલકની ભૂલને કારણે 162 મુસાફરોનો પ્રવાસ બગડ્યો હતો. કારણ કે, ફ્લાઈટ મોડી પડી હતી અને શુક્રવારે મળસ્કે 5 વાગ્યાની ફ્લાઈટમાં શારજાહ માટે રવાના કરાઈ હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500