નવી સરકારનું ગઠન થઈ ગયું છે. ગઈકાલે શપથવિધી બાદ આજે મંત્રીઓને પોતાની કેબિનો ફાળવાતા કાર્યભાળ પણ તેમણે સંભાળી લીધો છે ત્યારે મોટા નિર્ણયો પણ આગામી સમયમાં સરકારના લેવામાં આવશે. ખાસ કરીને વાયબ્રન્ટ સમિટને લઈને જો વાત કરવામાં આવે તો ગત વખતે વાયબ્રન્ટ સમિટનું મોટા પાયે આયોજન કરાયું હતું પરંતુ કોરોનાના કારણે વાયબ્રન્ટ સમિટ રદ કરવામાં આવી હતી. જો કે,આ વખતે વાયબ્રન્ટ ના થવાની સંપૂર્ણ શક્યતા છે.
આ કારણે વાયબ્રન્ટ નહીં થાય
G-20 સમિટ હોવાથી વાઇબ્રન્ટ સમિટ યોજાશે નહીં. જાન્યુઆરી 2022માં વાઈબ્રન્ટ સમિટ પણ કોરોનાના ડરને કારણે રદ કરવામાં આવી હતી. અત્યારે સંપૂર્ણ ફોકસ જી 20 સમીટને લઈને છે. જેની તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે ત્યારે વાયબ્રન્ટ સમિટ આ કારણે નહીં યોજાય. દેશ વિદેશના તમામ ડેલીગેશન જી 20માં સામેલ થશે. ભારત તેનું પ્રતિનિધીત્વ કરતું હોવાથી વાયબ્રન્ટ સમિટ આ વખતે પણ યોજવામાં નહીં આવે.
આ કારણે છેલ્લી ઘડીએ નહોતી થઈ વાયબ્રન્ટ સમિટી
રાજ્ય સરકારે કોરોનાકેસોના કારણે ભય વચ્ચે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 મુલતવી રાખી હતી. નોંધનીય છે કે 10મી ગ્લોબલ વાઈબ્રન્ટ સમિટ 10મી જાન્યુઆરી 2022થી ગાંધીનગરમાં શરૂ થવાની હતી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશોના વડાપ્રધાનો અને મહાનુભાવો સમિટમાં ભાગ લેવાના હતા. પરંતુ દેશ અને રાજ્યમાં કોરોના અને ઓમિક્રોનના વધતા જતા કેસોને જોતા વાઈબ્રન્ટ સમિટને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અધિકારીઓ સાથે કરશે બેઠક
સીએમ ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યાના પ્રથમ દિવસે આજે સાંજે 6 કલાકે રાજ્ય સરકારના તમામ વિભાગોના અધિક મુખ્ય સચિવો સાથે વન-ટુ-વન સમીક્ષા બેઠક કરશે. જેમાં મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજકુમાર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવ સહીતના અધિકારીઓ આ સમીક્ષા બેઠકમાં ભાગ લેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500