ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં સીઆર પાટીલ દ્વારા આ વખતે મોટી જીતનો દાવો માંડવામાં આવ્યો છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પણ મોટી જીતનો ટાર્ગેટનો અંદાજ છે ત્યારે આ વખતે કોંગ્રેસનો માધવસિંહ સોલંકીનો રેકોર્ડ શું તૂટશે કેમ કે, અત્યારે 150 આસપાસ સીટો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. ભાજપ દ્વારા આ વખતે પ્રચારમાં તમામ તાકાત લગાડવામાં આવી હતી ત્યારે મોટી જીતનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો તે આ વખતે એક્ઝિટ પોલના આંકડા પ્રમાણે ફળી પણ શકે છે.
182 બેઠકો માટે 37 મતગણતરી કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણીના પરિણામમાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ કુલ 1621 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય નક્કી કરશે. ત્યારે ભાજપની સીટો પર ઉમેદવારો અત્યારે આગળ જોવા મળી રહી છે.
ચૂંટણી પંચે 3 નવેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી ત્યારે ઉત્સાહનો અંત આવ્યો. ત્યારબાદ 1 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો પર અને 5 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર મતદાન થયું હતું. ત્યારથી બીજેપીને લઈને ઉત્કંઠા જોવા મળી હતી ત્યારે આપ પાર્ટીના આવવાથી કોંગ્રેસના વોટ શેર પણ તૂટતા જોવા મળી શકે છે.
કેમ કે, આંકડા પ્રમાણે કોંગ્રેસની કેટલીક બેઠકો પર આપ પાર્ટી આગળ ચાલી રહી છે. ખાસ કરીને ગત વખતેચ કોંગ્રેસને અનામત આંદોલન ફળ્યું હતું ત્યારે આ વખતે આપ પાર્ટીના આવવાથી કોંગ્રેસને ફટકો પડતો જોવા મળી રહ્યો છે. અગાઉ 2002ની અંદર તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના સમયમાં 127 સીટનો રેકોર્ડ હતો ત્યારે પીએમ મોદીએ પણ અગાઉ તેમની સભામાં કહ્યું હતું કે, ભૂપેન્દ્ર નરેન્દ્રના પણ રેકોર્ડ તોડશે. જો કે, અત્યારની સ્થિતિ પ્રમાણે 1985માં માધવસિંહ સોલંકીનો રેકોર્ડ પણ તૂટી શકે છે. કેમ કે, અત્યારે ભાજપના 182 સીટોમાંથી 150 સીટો આસપાસ જીતનો આશાવાદ જોવા મળી રહ્યો છે. જેથી આ વખતે બીજેપી બની શકે છે વિક્રમ નોંધાવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500