Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આહવા ખાતે નશાબંધી સપ્તાહ સહિત 'વન્ય જીવ સપ્તાહ'ની ઉજવણી કરાઈ

  • October 04, 2023 

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા-આહવા ખાતે 'નશાબંધી સપ્તાહ' અને 'વન્ય જીવ સપ્તાહ'ની ઉજવણી કરવામાં આવી હતી. નશાબંધી અને આબકારી વિભાગના નેજા હેઠળ આયોજિત આ કાર્યક્રમમાં નશાબંધીના પ્રચાર પ્રસાર સહિત ખાસ કરીને નવયુવાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાની હાંકલ કરાઈ હતી. સાથે 'વન્ય જીવ સપ્તાહ'ની ઉજવણી દરમિયાન વન્ય જીવો પ્રત્યે જાગૃતિ કેળવવાની પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નશાબંધી અને આબકારી કચેરીના અધિક્ષક, ગીર ફાઉન્ડેશન, ગાંધીનગરના આસિસ્ટન્ટ પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર, ડાંગના નશાબંધી નિયોજક, ઝુલોજીસ્ટ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના બાળકોને ગીર ફાઉન્ડેશન સંસ્થા તરફથી નોટબુક, પેન, બેગ વિગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application