Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘બિગ બોસ’માં વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી કરનાર એલ્વિશ યાદવ શો’નો વિનર : એલ્વિશ યાદવે બિગ બોસની ટ્રોફી સાથે રૂપિયા 25 લાખની પ્રાઈઝમની પણ જીતી

  • August 15, 2023 

સલમાન ખાન હોસ્ટેડ બિગબોસ OTT 2નાં ફેન્સ માટે સારા સમાચાર આવ્યા છે. શોને તેનો વિનર મળી ગયો છે. વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી એલ્વિશ યાદવ આ શોનો વિનર બની ગયો છે. એલ્વિશે બિગ બોસની ટ્રોફી સાથે 25 લાખ રૂપિયાની પ્રાઈઝમની પણ જીતી છે. જોકે યોજાયેલ ગ્રાન્ડ ફિનાલેમાં અભિષેક મલ્હાન ફર્સ્ટ રનર અપ અને મનીષા રાની સેકન્ડ રનર અપ રહી હતી. શોનો ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ મનોરંજક હતો. બિગ બોસનાં ટોપ 3 સ્પર્ધકોમાં એલ્વિશ યાદવ, મનીષા રાની અને અભિષેક મલ્હાન હતા. શોની ગ્રાન્ડ ફિનાલે ખૂબ જ શાનદાર રહી હતી. આ શોમાં બાદશાહ અને કૃષ્ણા અભિષેક પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત મહેશ ભટ્ટ પણ પૂજા ભટ્ટને સપોર્ટ કરવા પહોંચ્યા હતા. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડે પણ ફિલ્મ ડ્રીમ ગર્લ 2ના પ્રમોશન માટે પહોંચ્યા હતા.



શોના પૂર્વ સ્પર્ધકોએ પણ પરફોર્મ કર્યું હતું. મનીષા રાનીએ પણ પોતાના ડાન્સથી બધાને ઘાયલ કરી દીધા હતા. ત્યાં જ એલ્વિશ યાદવનો રાઉડી અંદાજ પણ જોવા લાયક હતો. આ શોમાં ડાન્સ પરફોર્મન્સથી લઈને કોમેડી બધું જ જોવા મળ્યું હતું. ફેન્સે શોને ઘણો પ્રેમ આપ્યો હતો. આ શોમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણાં કલાકારો જોવા મળ્યા હતા. આ ઉપરાંત સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સે પણ જોરદાર ટક્કર આપી હતી. આનું પરિણામ એ આવ્યું કે 3 ઇન્ફ્લુએન્સર્સ એલ્વિશ યાદવ, અભિષેક મલ્હાન અને મનીષા રાનીએ શોના ટોપ 5માં સ્થાન મેળવ્યું હતું. અભિનેત્રી બેબિકા ધુર્વે અને પૂજા ભટ્ટ પણ ટોપ 5માં સ્થાન મેળવ્યું હતું. ફેન્સને આ શો ઘણો પસંદ આવ્યો હતો. દરેકે પોતપોતાની જર્નીને ખુબ જ એન્જોય કરી હતી. આ શોમાં ફલક નાઝ, અવિનાશ સચદેવા, આલિયા સિદ્દીકી, જિયા શંકર, પુનીત કુમાર, પલક પુરસ્વાની, આકાંક્ષા પુરી, હદીદ જેવા સ્ટાર્સ જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application