રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ છેવાડાના માનવી સુધી પહોંચે એ માટે તાપી જિલ્લા માહિતી વિભાગ દ્વારા સરહાનીય કામગીરી કરવામાં આવી રહી છે,વહીવટીતંત્ર અને લોકોની વચ્ચે સેતુરૂપ કામગીરી બજાવતા માહિતીખાતાને વારેતહેવારે વહીવટીતંત્ર તેમજ રાજકીય વ્યક્તિઓ દ્વારા માહિતી ખાતાની કામગીરીની નોંધ લઇ પ્રશસ્તિપત્ર આપી કામગીરીને બિરદાવવામાં આવે છે, એ સારી બાબત છે.
મીડીયાકર્મીઓને વહીવટીતંત્ર અને રાજકીય વ્યક્તિઓ દ્વારા કેમ નજર અંદાજ કરવામાં આવે છે ? એ સમજની બહાર છે.
તાજેતર માજ સાંસદ પ્રભુભાઈ વસાવા દ્વારા તાપી જિલ્લા માહિતી ખાતાની સારી કામગીરી બદલ એમને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું છે, પણ માહિતીખાતાની સાથે ખભેખભા મિલાવીને રાજ્ય સરકારની યોજનાઓ અને નીતિઓના પ્રચાર પ્રસારમાં સહભાગી થતા મીડીયાકર્મીઓને વહીવટીતંત્ર અને રાજકીય વ્યક્તિઓ દ્વારા કેમ નજર અંદાજ કરવામાં આવે છે ? એ સમજની બહાર છે.
માહિતી ખાતા દ્વારા કોઈ અલાયદુ અખબાર ચલાવવામાં આવતું નથી
માહિતી ખાતા દ્વારા કોઈ અલાયદુ અખબાર ચલાવવામાં આવતું નથી, માહિતી ખાતા દ્વારા જે અખબારી અહેવાલો,સાફલ્ય ગાથાઓ,ખાસ લેખો,વહીવટીતંત્રની કામગીરી તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ મીડીયાકર્મીઓ સુધી પ્રેસનોટ સ્વરૂપે પહોંચાડવામાં આવે છે, મીડીયાકર્મીઓ જાહેર જનતા પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને માહિતીખાતા દ્વારા મોકલવામાં આવેલ અખબારી અહેવાલો,સાફલ્ય ગાથાઓ,ખાસ લેખો, વહીવટીતંત્રની કામગીરી તેમજ રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ અને નીતિઓ લોકો સુધી પહોંચે એ માટે પ્રકાશિત કરે છે.
સરકારની નીતીઓ વિશે ટીકા ટીપ્પણી કરવી કે આલોચના કરવી એ માધ્યમોનો અબાધીત અધિકાર છે.
તાપી જિલ્લાના મીડિયાકર્મીઓ પણ માહિતીખાતા જેટલી જ સારી કામગીરી કરતા હોવાછતાં પણ વારેતહેવારે મીડીયાકર્મીને વહીવટીતંત્ર દ્વારા કે પછી રાજકીય વ્યક્તિઓ,ધારાસભ્ય-સાંસદ દ્વારા કેમ પ્રશસ્તિપત્ર આપવામાં આવતા નથી ? માધ્યમો દ્વારા સરકારની નીતીઓ વિશે ટીકા ટીપ્પણી કરવી કે આલોચના કરવી એ માધ્યમોનો અબાધીત અધિકાર છે, અભિવ્યક્તિની આઝાદીના મળેલા બંધારણીય અધિકારના ભાગરૂપે માધ્યમો દ્વારા ટીકા ટીપ્પણી થાય કે આલોચના થયા એ સ્વભાવિક બાબત છે.જિલ્લા વહીવટ તંત્ર, સાંસદ, ધારાસભ્ય કે મંત્રી દ્વારા એવું માનવામાં આવતું હોય કે, મીડિયા દ્વારા જે ટીકા ટીપ્પણી વાળા આલોચનાત્મક અહેવાલો પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે.
મીડીયાકર્મીઓને પણ આવી રીતે પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવે
એટલા માટે મીડીયાકર્મીઓને નજર અંદાજ કરવામાં આવતાએ ક્યાંનો ન્યાય છે.પરંતુ ટીકા ટીપ્પણી કે આલોચનાત્મક લેખો/અહેવાલથી સરકારની નીતિઓમાં રહેલી કમીઓ અને ખામીઓ પ્રત્યે ધ્યાન દોરવાનું મહત્વનું કામ મીડિયા દ્વારા કરવામાં આવે છે. માહિતી ખાતાની સાથેસાથે વારેતહેવારે મીડીયાકર્મીઓને પણ આવી રીતે પ્રશસ્તિપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવે તો મીડીયાકર્મીઓને પણ જિલ્લા વહીવટીતંત્ર સાથે સંકલનમાં રહી કામ કરવાની સુગમતા રહેશે.
કોઈએ બંદબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી
મારે આ તંત્રી લેખ લખવાનો આશય કોઈને નીચા દેખાવાનો કે પછી કોઈનું અપમાન કરવાનો નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી મેં જે અનુભવ્યું છે,એજ બયાન કરવાનો નમ્ર પ્રયાસ કર્યો છે,જેથી કોઈએ બંદબેસતી પાઘડી પહેરી લેવાની જરૂર નથી. (ફોટો-તંત્રી મહેશભાઈ પ્રજાપતિ, તાપીમિત્ર અખબાર)
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500