અમદાવાદ શહેરનાં વટવા વિસ્તારમાં યુવતીના પિતાએ, ‘તું મારી દીકરી સાથે વાતો કેમ કરે છે’ કહીને પડોશી યુવકને ઘર પાસે જ છરીના ઘા મારીને ફરાર થઇ જતાં યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે સારવાર દરમિયાન યુવકનું મોત થયા બાદ વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપી દિલીપ પરમારની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સીટીએમ ખોખરા વિસ્તારમાં રહેતા અક્ષય ઉર્ફે ટેમ્પો મકવાણાના ફોન પર તેના ભાઈનો ગુરુવારની રાત્રે ફોન આવ્યો હતો કે તેના પડોશમાં રહેતા દિલીપ પરમારે નાના ભાઈ સાગરને છરીના ઘા મારી દીધા છે અને તેને હોસ્પિટલ લઇ જઈએ છે. અક્ષય જયારે હોસ્પિટલ પહોંચ્યો ત્યારે તેનો નાનો ભાઈ સાગરનું મોત થઈ ચૂક્યું હતું.
આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વટવા ચાર માળિયામાં રહેતા દિલીપભાઈ પરમારની દીકરી સાથે સાગર વાતચીત કરતો હતો, જેથી તેના પિતા દિલીપ પરમારે રાત્રે ઘરે આવીને સાગરને બોલાવી તેના પર છરીના ઘા મારવાનું શરૂ કરી દીધું હતું. બાદમાં બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા ત્યારે દિલીપ ભાગી ગયો હતો. પરંતુ સાગરને લોહી નીકળતા તાત્કાલિક હોસ્પિટલ લઈને આવી ગયા હતા. જોકે સારવાર દરમિયાન સાગરનું મોત થયું હતું. બનાવ અંગે અક્ષય ઉર્ફે ટેમ્પોએ પોલીસ ફરિયાદ નોંધાવતા વટવા પોલીસે હત્યાનો ગુનો નોંધીને દિલીપ પરમારની ધરપકડ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application