Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિધાનસભા ચૂંટણીમાં ઈસુદાન ગઢવી જ કેમ સીએમનો ચહેરો, જાણો કારણ

  • November 05, 2022 

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આપ પાર્ટીએ ઈસુદાન ગઢવીને સીએમ પદનો ચહેરો બનાવ્યા છે. જ્યારથી ઈસુદાન ગઢવી આપ પાર્ટીમાં જોડાયા છે ત્યારથી આપ તરફથી તેઓ મોટો ચહેરો મનાતા હતા. ત્યારે આજે આપના દાવા મુજબ 16 લાખ 48 હજાર 500 લોકોના સૂચનો આવ્યા બાદ ઈસુદાનને સીએમ બનાવવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ કેજરીવાલ અને પાર્ટીમાં પણ ઈસુદાન પ્રતિ ઝુકાવ ચોક્ક્સથી હતો. તેઓ લોકોમાં પણ પોપ્લુલર છે આ સિવાય પણ અન્ય કારણો છે 73 ટકા લોકોની પસંદગી ઈસુદાન ગઢવી છે, પરંતુ શું આ એકમાત્ર કારણ છે. આ સિવાય અને કારણો પણ છે.




જાતિગત સમીકરણ

ઇસુદાન ગઢવી ઓબીસી સમુદાયમાંથી આવે છે. ગુજરાતમાં OBC સમુદાય 48 ટકા છે જે રાજ્યમાં સૌથી વધુ છે. આવી સ્થિતિમાં ઘણી સીટો પર જીત અને હાર તેમના વોટથી નક્કી થાય છે. તેમને સીએમ ચહેરો બનાવવા પાછળનું આ એક મહત્વનું કારણ પણ હોઈ શકે છે. તેની સાથે તેમની સ્વચ્છ છબી પણ છે બીજું આ કારણ પણ માનવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રની કોઈપણ બેઠક પરથી તેમને મેદાનમાં ઉતારી શકાય છે કેમ કે,તેઓ જામનગર જિલ્લામાંથી આવે છે.




ટીવીના શોથી ગુજરાતમાં બન્યા લોકપ્રિય

ઇસુદાન ગઢવી એક ખાનગી ગુજરાતી ચેનલના લોકપ્રિય એન્કર હતા,જ્યાં તેમણે મહામંથન નામનો શો સાંજના સમયે શરૂ કર્યો હતો. આ કાર્યક્રમ રાત્રે 8-9 વાગ્યા સુધી પ્રસારિત થતો હતો જે બાદમાં અડધો કલાક લંબાવવામાં આવ્યો હતો. સાદી ભાષામાં સચોટ બોલતા તેમની વાકછટા લોકોને ખૂબ પસંદ આવી. ગઢવી લોકો માટે આશા બન્યા અને આ વાત તેમને રાજકીય ક્ષેત્રે પણ દોરી લાવી.



કેજરીવાલે ટ્વીટ કરીને આપી આ શુભેચ્છા

ખેડૂત નેતા અને 'આપ' નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી Isudan Gadhvi ને આમ આદમી પાર્ટી તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનવા બદલ અભિનંદન સહ ખૂબ ખૂબ શુભેચ્છાઓ! વિજય ભવ:વિધાનસભાની ચૂંટણી ઉંબરે ઉભી છે ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પણ સીએમ પદની ઉમેદવારી ઘોષિત સમયે ઉપસ્થિત રહ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News