વિપક્ષ તરફથી વડાપ્રધાન પદના દાવેદાર કોણ હશે તે અંગે રાજકીય જગતમાં ચર્ચા હવે તેજ થઈ ગઈ છે, જે બે મુખ્ય દાવેદાર માનવામાં આવી રહ્યા છે તેમાં નીતીશ કુમાર અને રાહુલ ગાંધી આગળ છે, પરંતુ હવે આરજેડી સુપ્રીમો લાલુ યાદવે આ મામલે એવો જવાબ આપ્યો છે કે બંનેના દાવાઓ પડી ભાંગે એમ છે. લાલુએ વડાપ્રધાન બનનારાઓ માટે શાનદાર શરત મૂકી છે. જે સાંભળીને તમે બધા હસી પડશો.
જ્યારે લાલુ યાદવને પૂછવામાં આવ્યું કે વિપક્ષ તરફથી પીએમનો ચહેરો કોણ હશે? ત્યારે લાલુએ મજેદાર જવાબ આપ્યો હતો. લાલુ યાદવે કહ્યું હતું કે જે પણ પીએમ હોય, તે પત્ની વગરનો ના હોવો જોઈએ. વડાપ્રધાન આવાસમાં પત્ની વગર રહેવું ખોટું છે. તેને નાબૂદ કરવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે નરેન્દ્ર મોદી ભ્રષ્ટાચારીઓના કન્વીનર છે, તેઓ જેને ભ્રષ્ટાચારી કહેતા હતા તેને જ પ્રધાન બનાવી દીધો છે.
લાલુના કહેવા મુજબ, રાહુલ અને નીતીશ બંને પીએમ પદના દાવેદાર નથી. હવે લાલુ પ્રસાદ યાદવના જવાબથી રાહુલ ગાંધીને કાં તો લગ્ન કરવા પડશે નહીંતર તેઓએ નિરાશ થવુ પડશે. તેવી જ રીતે બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારની પત્નીનું પણ નિધન થઈ ગયું છે, તેથી લાલુના કહેવા પ્રમાણે, નીતીશ કુમાર પણ વડાપ્રધાન બનવા માટે યોગ્ય નથી.જોકે, લાલુ યાદવે ભલે મજાકમાં આવી વાત કરી હોય, પણ બધા જાણે છે કે તેમનો ઇશારો કોની તરફ હતો. એમણે માત્ર વિપક્ષ જ નહીં સત્તાધારી પક્ષને ધ્યાનમાં રાખીને પણ આવું વિધાન કર્યું છે.
શરદ પવારની નિવૃત્તિ વિશે વાત કરતા લાલુ યાદવે કહ્યું હતું કે શરદ પવાર ખૂબ જ મજબૂત નેતા છે પરંતુ તેમના ભત્રીજા અજિત પવાર આ બધું કરી રહ્યા છે. તેમના કહેવાથી કોઈ નિવૃત્ત નહીં થાય, રાજકારણમાં ક્યારેય કોઈ નિવૃત્ત થતું નથી. નોંધનીય છે કે લાલુ યાદવ મેડિકલ ચેકઅપ માટે દિલ્હી આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500