પ્રથમ વખત ભાજપની ઐતિહાસિક 156 સીટો સાથેની જીત આ વિધાનસભા 2022ની ચૂંટણીમાં થઈ છે તો પ્રથમ વખત સૌથી ઓછી સીટો કોંગ્રેસને 17 મળી છે. કોંગ્રેસ માટે નબળો અને ભાજપ માટે આ વખતની ચૂંટણી સબળો ઈતિહાસ સાબિત થઈ છે ત્યારે કોંગ્રેસને વિપક્ષ પદ માટે બેસવું પણ ફાંફા પડી ગયા છે ત્યાપે આ વખતે કોણ વિપક્ષ નેતા બનશે તેને લઈને ચર્ચા જરુરથી છે પરંતુ આ વખતે નિયમ પ્રમાણે શું કોંગ્રેસ વિપક્ષમાં બેસી શકે છે ખરી?
ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ ભાજપની સરકાર મુખ્યમંત્રી અને મંત્રી સાથે શપથવિધી બાદ સત્તા પર આરુઢ થઈ ગઈ છે ત્યારે કોંગ્રેસના ગણ્યા ગાંઠ્યા 17 ધારાસભ્યો જ છે. દર વખતે કોંગ્રેસમાંથી ભાજપમાં ધારાસભ્યો ચૂંટણી પહેલા જોડાતા પણ હોય છે જે આ વખતે પણ જોવા મળ્યું છે ત્યારે અત્યારે તો 17 ધારાસભ્યો કોંગ્રેસ પાસે છે. તો શું કોંગ્રેસ 182 પ્રમાણે નિયમ અનુસાર બની શકે છે. કેમ કે, 10 ટકા સીટો વિપક્ષ પદ માટે જરુરી છે ત્યારે આ વખતે 27 વર્ષથી જે વિપક્ષ પદનું નશીબ હતું તે પણ રહેશે કે નહીં તેને લઈને પણ સવાલ છે.
વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સીટો જીતવી જરૂરી
ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા બેઠકો જીતવી જરૂરી છે. તેથી કોઈપણ પક્ષ માટે 19 બેઠકો મેળવવી જરૂરી છે. ત્યારે કોંગ્રેસને માત્ર 17 બેઠકો મળી હતી. તેથી તેમને વિપક્ષનું પદ મળશે કે કેમ તે અંગે સસ્પેન્સ છે. ભાજપે કોંગ્રેસના મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનો રેકોર્ડ તોડીને 156 બેઠકો જીતી છે. 149 સીટો જીતતી કોંગ્રેસને 19 બેઠકો પણ નથી મળી.કોંગ્રેસનું આ 1990 પછીનું સૌથી ખરાબ પ્રદર્શન માનવામાં આવે છે. 1990માં કોંગ્રેસને 33 બેઠકો મળી હતી. જ્યારે આ વખતે માંડ 17 બેઠકો જીતી શકી છે. જેથી વિપક્ષ નેતાને લઈને પણ સવાલો છે.
જો કે, સીઆરે કહ્યું, વિપક્ષ તરીકે બેસવા માંગશે
લોકશાહીની વાત આવે ત્યારે પક્ષની સાથે સાથે વિપક્ષ પણ જરૂરી છે. પ્રજાના મુદ્દાઓને તેમજ સરકાર સામે બાથ ભીડવા માટે મજબૂત વિપક્ષની જરૂર છે જે કોંગ્રેસમાં જોવા નથી મળ્યું ત્યારે આ સાથે ભાજપની પત્રકાર પરિષદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે અગાઉ કહ્યું કે, કોંગ્રેસ વિપક્ષ તરીકે બેસવાની ઈચ્છા રાખશે.
કોને બનાવી શકે છે પક્ષ વિપક્ષનો નેતા
વિધાનસભામાં કોંગ્રેસને વિપક્ષની બેઠક મળે તો પક્ષના વરિષ્ઠ નેતા શૈલેષ પરમાર વિપક્ષના નેતા બની શકે તેવી ચર્ચા રાજકીય નિષ્ણાતોમાં છે. તો સીજે ચાવડા પણ આ જ રેસમાં છે પરંતુ આ સિવાય રાહુલ ગાંધીના સૌથી વધુ નજીક અને યુવા આક્રમક નેતા જિગ્નેશ મેવાણી પણ આ રેસમાં છે. જેથી તે પણ વિપક્ષ નેતા બની શકે છે. બીજી તરફ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ પક્ષમાં આ મુદ્દે કોઈ વાત થઈ નથી થઈ પરંતુ અંદરખાને ચર્ચા જરુરથી જોવા મળી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500