માહી ડેરીમાંથી સિનિયર ફુડ સેફ્ટી ઓફિસર દ્વારા દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. સૌ પ્રથમ રાજ્ય સરકાર દ્વારા લેવાયેલ નમુના લેબમાં સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જે સામે માહી ડેરી દ્વારા રિપોર્ટને ચેલેન્જ કરતા કેન્દ્રની સરકારી લેબમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
માહી ડેરીમાંથી લેવાયેલા દૂધના નમૂના ફેલ ગયા છે. ડેરીના દૂધમાંથી વધુ માત્રામાં આલ્ફા ટોક્સિન મળી આવ્યુ છે. કેન્દ્રની લેબના રિપોર્ટમાં આ નમૂના ફેલ આવ્યા છે. હાલ રિપોર્ટ બાદ માહી ડેરી સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 2022માં માહી ડેરીના બલ્બ મિલ્ક ચીલીંગ સેન્ટરમાંથી નમૂના લેવાયા હતા.
સમગ્ર ભાવનગરમાં લોકોને દૂધ પુરૂ પાડતી માહી ડેરીનાં દૂધનાં સેમ્પલ ફેલ થતા હાલ સમગ્ર મુદ્દો ભાવનગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે. ત્યારે ભાવનગરની માહી ડેરીમાંથી સિનિયર ફૂડ અધિકારી દ્વારા લેવામાં આવેલ દૂધનાં નમૂનાંને સૌ પ્રથમ તો રાજ્ય સરકારની લેબમાં ચેક કરતા સબ સ્ટાન્ડર્ડ જાહેર કર્યા હતા.
રાજ્યની સરકારી લેબ તેમજ કેન્દ્રની સરકારી લેબમાં માહી દૂધનાં સેમ્પલ ફેલ થયા બાદ ફ્રુડ વિભાગ દ્વારા માહી ડેરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માહી ડેરી વિરૂદ્ધ ચીફ જ્યૂડીશલ કોર્ટમાં કેસ દાખલ કરેલ છે. ડેરી વિરૂદ્ધ ફોજદારી ગુનો હોવાથી હાલ કેસ કોર્ટમાં છે. આરોગ્ય માટે લાલબત્તી સમાન કહી શકાય તેવી ગંભીર બેદરકારી માહી ડેરીની બહાર આવી છે. જેને લઈ માહી ડેરી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
માહી એમપીસીની કામગીરી હમણાં સુધી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી મર્યાદિત હતી પરંતુ હવે માહી ડેરી અમદાવાદ, વડોદરા અને સુરત જેવા મોટા શહેરો સહિત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વ્યાપ વધારવા તરફ પ્રયાણ કરી રહી છે. ગુજરાતની પ્રથમ નવી પેઢીની એકમાત્ર દૂધ ઉત્પાદક કંપની(એમપીસી) માહી મિલ્ક પ્રોડ્યુસર કંપની લગભગ એક દાયકા પહેલા નવી પેઢીના સહકારી સંકલ્પનાને પ્રોત્સાહન આપવા માટે રચવામાં આવી હતી. તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. 1500 કરોડને પાર થઈ ગયું છે. ગુજરાતમાં 11 જિલ્લાના 2206 ગામોમાંથી 48,231 મહિલા સભ્યો સહિત 1,01,641 સભ્યો પાસેથી 7,06,000 લીટર દૂધ સંપાદિત કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500