Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નહેરમાં ડૂબતા મિત્રને બચાવવા જતાં બંન્ને તણાયા એકની લાશ મળી જ્યારે બચાવવા ગયેલ હજી લાપતા

  • October 27, 2022 

સુરત જિલ્લના પલસાણા તાલુકાના તાંતિથૈયા ગામન વિસ્તારના પ્રથમ પાર્ક માં લાલુભાઇ કોમ્પલેક્ષમાં રહેતા મિત્રો કે જેવો મંગળવારે બપોરના અરસામાં દિવાળીની મળેલી રજાની મજા માણવા માટે ફરતા ફરતા બગૂમરા રેલવે સ્ટેશન નજીકથી પસાર થતી એક નહેર તરફ પહોંચી ગયા હતા અને જ્યાં મનોજકુમાર રોઘનીરામ મૂળ બિહારનાં કે જેવો નહેરના પાણીમાં ન્હાવા માટે પડી જતા તેની સાથેનો બીજો મિત્ર એવો બિપિન કુમાર સાકેત કેજેવો તેને બચાવવા માટે નહેરમાં ઉતરતા નહેરના ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા જ્યારે આ સમગ્ર વાતની જાણ અન્ય સાથે આવેલા મિત્રોએ ઘરે જઈ કહેતા સગાઓનું ટોળું બગુમરા નહેર ઉપર તરત આવી પહોંચ્યું હતું.




 આ ઘટનાની જાણ સુરત જિલ્લાના પલસાણા પોલીસ માથેકે થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે આવી ગયો હતોઅને સાથે બારડોલી ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવતા તાત્કાલિક બારડોલી ફાયર ઓફિસર ગઢવી પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને પ્રથમ જે જગ્યાએથી નહેરમાં પડ્યા હતા ત્યાંજ મોટી માત્રામાં જળકુંભી અને ગ્રીન વનસ્પતિનો જાને ઠર જામ્યો હોય તેમ દેખાતું હતું.અને તેને ગામના સરપંચે જેસીબી યુધ્ધના ધોરણે મંગાવી સફાઈ શરૂ કરી ફાયર જવાનોએ રેસ્ક્યું હાથ ધરતા બે કિલોમીટર સુધી શોધતા સાંકી ગામની સીમ માંથી પ્રથમ પાણીમાં પડી ગયેલ યુવાન મનોજકુમારની ડેથ બોડી મળી આવી હતી આ રેસ્કયું મોડી રાત સુધી કરવા છતાં મિત્રને બચાવવા ગયેલ મિત્ર બીપીનનનો કોઈ પત્તો નહી લાગતા આજે નવા વર્ષના દિવસે સવારે ફાયરના જવાનો ફરી રિસ્ક્યું હાથ ધરશે.






લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application