ગુજરાતના નર્મદા જિલ્લાના બે દિવસના પ્રવાસે પધારેલા કેન્દ્રીય વિદેશ મંત્રીશ્રી ડો.એસ. જયશંકર દ્વરા ગઇકાલે વ્યાધર, આમદલા, વાગડીયા, ભાડોદ અને મોડી સાંજે દેડીયાપાડાનાં માલસામોટ ખાતે સામોટ ગ્રામ પંચાયતના પટાંગણમાં રૂપિયા ૭૫ લાખના ખર્ચે તૈયાર થનાર બે સ્માર્ટ આંગણવાડી કેન્દ્રો માટે તેમની ગ્રાન્ટમાંથી નાણાં ફાળવવામાં આવશે. અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું વિદેશ મંત્રીના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સામોટ ખાતે નારી સશક્તિકરણ કેન્દ્ર પણ તેમની ગ્રાન્ટમાંથી રૂા.૧ કરોડ ૯૦ લાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. નારી કેન્દ્રની રૂબરૂ જાત મુલાકાત લઇને બહેનો દ્વારા કરવામાં આવતી વણાંટ પ્રવૃત્તિઓનું નિરીક્ષણ કરી સીધો સંવાદ સ્થાપિત કરીને રોજગારી અંગેની વિગતો મેળવી હતી.
આ મુલાકાત વેળાએ તેમની સાથે ભરૂચના સાંસદ, નર્મદા જિલ્લા પંચાયતના પ્રમુખ, વિદેશ મંત્રીના જોઇન્ટ સેક્રેટર રવિકુમાર અરોરા અને અગ્રણીઓ તથા જિલ્લાના વહિવટી વડા, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાયોજના વહિવટદા, અન્ય પ્રોટોકોલ અધિકારીઓ જોડાયા હતા. આ મુલાકાત વેળાએ ગ્રામજનો સાથે જરૂરી પૃચ્છા કરી જરૂરી માહિતી મેળવી હતી. આ પ્રસંગે વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકરે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું હતું કે, ચાર વર્ષ પહેલા હું ગુજરાતમાંથી રાજ્ય સભાના સાંદર તરીકે ચૂંટાયો હતો. અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ મને નર્મદા જિલ્લાની જવાબદારી સોંપતા નર્મદા જિલ્લાના ગ્રામીણ લોકો સાથે સંપર્ક અને કામ કરવાનો મોકો મળ્યો છે. પહેલા હું ગુજરાત આવતો ત્યારે અમદાવાદ, ગાંધીનગર સુધી સિમિત રહેતો પણ કેવડીયા અને નર્મદા જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ગામો દત્તક લેતા એક સંપર્કનો સેતુ સ્થાપિત થયો અને સામોટ ગામે આવવાનું થયું.
વર્ષ-૨૦૧૯માં અહીં નારી કેન્દ્રનું ભૂમિપૂજન અને સ્થાપના થઇ ત્યારબાદ કોરોના કાળ વખતે સંપર્ક સ્થાપિત થઇ શક્યો નહીં. પણ આજે આપણે મહામારીમાંથી બહાર આવીને વિશ્વાસ અને સંપર્કની કડી પુનઃસ્થાપિત કરી શક્યા છીએ. મારા મનમાં એક જ વિચાર આવતો હતો કે, સામોટ નારી કેન્દ્રને ઉત્તમ બનાવવું, મહિલા સશક્તિકરણ અને બહેનોમાં પડેલી પ્રતિભાને બહાર લાવવી. આજે અહીં જોઇને ખુશી અને સંતોષ અનુભવું છું. હજી વધુમાં વધુ રોજગારીનું સર્જન થાય, હેપ્પી ફેસીસ ફાઉન્ડેશન દ્વારા બહેનોની વધુમાં વધુ ભાગીદારી થાય અને તેમનામાં રહેલી પ્રતિભાને બહાર લાવવાનું કામ કરે તેવો ગ્રામજનોને વિશ્વાસ આપવા માંગું છું. દરેક વખતે મારા મનમાં સામોટ ગામનું નારી કેન્દ્ર હોય છે. વિદેશમાં જઇએ ત્યારે ભારતની વાત કરવામાં આવ ત્યારે દુનિયા સામે ગુજરાતના સામોટ ગામની નારી શક્તિનું ચિત્ર, કલાને દુનિયાના લોકો સમક્ષ મૂકીશ.
મંત્રીએ વધુમાં ઉમેર્યું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી મળશે તો સારા પરિણામો મળશે. પ્રધાનમંત્રી આ બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. આંગણવાડીના બાળકોની ચિંતા, કુપોષણ મિટાવો અભિયાન, આત્મનિર્ભર ભારતને કેન્દ્રમાં રાખીને સામોટની બે સ્માર્ટ આંગણવાડી તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું ભૂમિપૂજન આજે મેં કર્યું છે. તેનો તમામ ખર્ચ મારા ફંડમાંથી આપવાનું નક્કી કર્યું છે અને તૈયાર થાય તો ફરી મને બોલાવશો તો હું આપની વચ્ચે જરૂરથી ઉદઘાટન કરવા આવીશ અને ગામના વિકાસમાં હું મદદરૂપ થઇશ. આ પ્રસંગે સાંસદએ પ્રાસંગિક પ્રવસન કરતા જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં કેન્દ્રની સરકારને ૯ વર્ષ પૂર્ણ થયા છે. તેમાં ગ્રામીણ ક્ષેત્રના લોકોના વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અને નિર્ણયો વડાપ્રધાએ લીધા છે. આત્મનિર્ભર ભારત, સમૃધ્ધ-સુખી રાષ્ટ્ર સાથે ભારત એક મહાસત્તા બને તેવા નક્કર પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ખેડૂતો, વંચિતો, મહિલાઓ માટે અનેક યોજનાઓ બનાવી છે. શિક્ષણ, રોડ રસ્તા, વીજળી, આવાસ, રોજગાર, સ્વાસ્થ થકી ભારતને એક મજબૂત રાષ્ટ્ર બનાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. અને પ્રવાસન સ્થળોના વિકાસ માટે રોજગારી સર્જન માટે પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે મંત્રીએ ગ્રામજનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરીને ખૂટતી કડીઓ વિશે માહિતી મેળવી હતી. ગામના સરપંચ અને આગેવાનો તથા અગ્રણીઓ અને અધિકારીઓને જરૂરી સૂચનો અને પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી એસ.જયશંકરનું આદિવાસી બાંધવો દ્વારા પરંપરાગત ઢોલ વાજીંત્રો દ્વારા ઉત્સાભર સ્વાગત, કરવામાં આવ્યું હતું. સામોટ ગામવતી સામૈયુ કરાયું હતું અને ફળટોકરી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application