સુરતના વરાછા માતાવાડી મોહનની ચાલ સ્થિત પાનના ગલ્લાના માલિકે સિગારેટના રૂ.2 બાકી માંગતા યુવાને રૂ.10 નો સિક્કો ફેંકતા ઠપકો આપ્યા બાદ થયેલા ઝઘડામાં 10 યુવાનોએ દુકાનદાર, તેના ભાઈ અને ત્રણ મિત્રો પર હુમલો કરતા એક મિત્રનું મોત નીપજ્યું હતું જયારે અન્ય ચારને ઈજા થઈ હતી.વરાછા પોલીસે હત્યા, રાયોટીંગ, મારામારીનો ગુનો નોંધી પાંચની અટકાયત કરી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જામનગર લાલપુરના મણીપુર ગામનો વતની અને સુરતમાં કતારગામ ચીકુવાડી પાસે વિશાલનગર શ્યામ રેસિડન્સી ઘર નં.205 માં રહેતો 25 વર્ષીય વિજય મહિપતભાઇ બેરા (આહીર ) રત્નકલાકાર તરીકે કામ કર્યા બાદ સાંજે પિતા અને ભાઈ વિશાલ સાથે વરાછા માતાવાડી મોહનની ચાલ સ્થિત પોતાની દુકાન મુરલીધર પાન ખાતે બેસે છે.ગતસાંજે સાત વાગ્યે તે દુકાને પહોંચતા તેના પિતા ઘરે ગયા હતા.જયારે તે અને તેનો ભાઈ દુકાને હાજર હતા.રાત્રે 10.30 વાગ્યે દુકાન પાસે બેસેલા મહેશ નગુભાઇ પામક ( કોળી ), હિમ્મત જગુભાઇ શિયાળ અને બીજા છ પૈકી મહેશ અને હિમ્મ્ત દુકાને આવ્યા હતા અને મહેશે વિશાલ પાસે સિગારેટ માંગતા તેણે આપી હતી.જોકે, મહેશે રૂ.12 ની સિગારેટના માત્ર રૂ.10 આપતા વિશાલે પુરા પૈસા આપવા કહેતા મહેશે રૂ.10 નો સિક્કો દુકાનમાં ફેંક્યો હતો.
આ અંગે વિશાલે ઠપકો આપતા મહેશ, હિમ્મત અને તેમની સાથેના છ યુવાનોએ દુકાનમાં આવી મારામારી કરી દુકાનનો સામાન ફેંકવા લાગતા વિશાલ અને વિજયે તેમને અટકાવી સમજાવતા મહેશે ધમકી આપી હતી કે હવે તું તારી આ દુકાન કેમ ચાલુ રાખે તે અમે જોઈએ છીએ.હવે દુકાન ખોલીશ તો તને કે તારા ભાઈને જીવતા રહેવા દઈશું નહીં.ધમકી આપી તેઓ ચાલ્યા ગયા બાદ વિજયે પિતાને ફોન કરી જાણ કરતા તે સાઢુભાઈ સાથે દુકાને આવ્યા હતા અને દુકાન બંધ કરવા કહ્યું હતું.તે સમયે વિજયના મિત્રો સુનીલ ચીથરભાઇ ચૌહાણ ( રબારી ), વિરલ હસમુખભાઈ વાડોલીયા, પ્રિન્સ બિપીનભાઈ જોષી, રાહુલ જગદીશભાઈ લુવા અને અમિતભાઇ ધામેલીયા ત્યાં આવતા તમામ દુકાન બંધ કરી બહાર ઉભા રહી વાત કરતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500