Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઇશુદાન ગઢવીનું નામ જાહેર થતા લોકોએ કરી આતશ બાજી

  • November 05, 2022 

  

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઈશુદાન ગઢવીનું નામ જાહેર કરતાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આતશબાજી કરી આનંદ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. તેમજ એકબીજાનું મોં મીઠું કરાવી ઉજવણી કરી હતી.


AAPનો ગુજરાતમાં જુસ્સો બુલંદ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત આમ આદમી ત્રીજા પક્ષ તરીકે ચૂંટણી લડી રહી છે. આમ આદમી પાર્ટીએ દિલ્હી અને પંજાબમાં પ્રચંડ બહુમતીથી સરકાર બનાવ્યા બાદ ગુજરાતમાં પણ તેમનો જુસ્સો બુલંદ છે અને પાર્ટી દિલ્હી અને પંજાબના મોડલની જેમ ગુજરાતમાં પણ ચૂંટણીની જાહેરાત અગાઉ જ ઉમેદવારોની જાહેરાતો કરી દીધી હતી. હજુ ભાજપ અને કોંગ્રેસ કોને ઉમેદવાર બનાવવા તે અંગે મોવડી મંડળની બેઠકો યોજી રહ્યા છે.


પ્રજાની ઈચ્છા પ્રમાણે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર

આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 108 બેઠકો પર પોતાના ઉમેદવાર જાહેર કરી દીધા છે. ભાજપ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નામથી લડી રહ્યાં છે. જ્યારે કોંગ્રેસે દર વખતની જેમ પોતાનો મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર નહીં કરવાનો મનસુબો બનાવ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રજા સમક્ષ જઈ તેમનો મુખ્યમંત્રી કેવો હોવો જોઈએ તે મુજબનો સર્વે કરી પ્રજાની ઈચ્છા પ્રમાણે મુખ્યમંત્રી પદનો ચહેરો જાહેર કરવાનો નિર્ણય કર્યો હતો.


ઈશુદાન ગઢવીને 73% થી વધુ મત

જેમાં પાર્ટીએ સર્વે કરાવતાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સહમંત્રી અને ગુજરાતના જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવીને 73% થી વધુ મત મળતાં એટલે કે 16.80 લાખ લોકોએ ઈશુદાન ગઢવીને મુખ્યમંત્રી તરીકે જોવા માંગે છે. તેવો મત આપતાં આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત કરી છે. જેથી ડીસામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા સરદારબાગ આગળ ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જ્યારે એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠાં કરાવ્યા હતાં અને નાસિક ઢોલના તાલે આનંદ ઉત્સવ મનાવ્યો હતો. તેમજ ચૂંટણીમાં પણ બહુમતી સાથે સરકાર બનાવશે તેઓ આશાવાદ વ્યક્ત કર્યો હતો.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application