વડનગરના સુલીપુર ગામે પ્રેમ પ્રકરણ બાબતે બબાલ થઇ છે. જેમાં ખાભોગ ગામની યુવતી સુલીપુરના યુવક સાથે ફરાર થઇ છે. તેમાં યુવતીના લગ્ન નક્કી થતા યુવતી યુવક સાથે ફરાર થઈ હતી. તેમાં ખાભોગ ગામના 50થી વધુ લોકો યુવકના ઘરે આવ્યા હતા. તથા યુવકના ઘરે ટોળાએ તોડફોડ કરી હતી.
લગ્ન થાય તે પહેલાં બંને ફરાર થયા હતા
ઉલ્લેખનીય છે કે યુવકના પરિવારની 6 મહિલાઓને ઉઠાવી લઈ ગયા છે. તેથી વડનગર પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. યુવક યુવતી બન્ને વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું. તેમાં ખાભોગની યુવતીના અન્ય યુવક સાથે લગ્ન ગોઠવાયા હતા. જેમાં લગ્ન થાય તે પહેલાં બંને ફરાર થયા હતા. તેથી ખાભોગ ગામના પચાસથી વધુ લોકો સુલીપુરમાં યુવકના ઘરે પહોંચ્યા હતા. તેમાં યુવતી ન મળતાં યુવકના પરિવારની છ મહિલાઓને તે લોકો ઉપાડી ગયા હતા. તેવી વડનગર પોલીસને જાણ કરાઇ હતી. સુલીપુર સીમમાં મહિલાઓ ઉપાડી જતાં ગામમાં અફરાતફરી મચી ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application